અમદાવાદ : અમદાવાદના નવા વાડજ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું (Parshuram Jayanti 2022) અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ ભગવાન પરશુરામની આરતી ઉતારી અને શ્રદ્ધાપૂર્વક (Statue of Parashuram in Ahmedabad) દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો : મોરબી પરશુરામધામ ખાતે વિધાનસભાના અધ્યક્ષે કોમ્યુનીટી હોલનું કર્યું લોકાર્પણ
મહેસૂલ પ્રધાને ભાવ કર્યો વ્યક્ત - આ પ્રતિમા અનાવરણ પ્રસંગે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, આજનો દિવસ એ ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. આજના પવિત્ર દિવસે માં ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. આજે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનનો (Parashuram Jayanti in Ahmedabad) પણ આજે જન્મદિવસ છે. પરશુરામ ભગવાને સૌ હિન્દુઓના ભગવાન છે. ભગવાન પરશુરામે આ જગતને શાસ્ત્રની સાથે શસ્ત્રનું પણ જ્ઞાન આપ્યું હતું.
આ પણ વાંચો : Parshuram Jayanti 2022: આજે પરશુરામ જયંતિ, જાણો શુભ મુહૂર્ત, પૂજા અને મહત્વ
પંચધાતુની ભગવાનની મૂર્તિનું અનાવરણ - આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડજ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે પંચધાતુની ભગવાન પરશુરામની મૂર્તિનું (Unveiling of Parashuram Statue by CM Bhupendra Patel) અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પરશુરામ ભગવાનની આરતી પણ કરવામાં આવી. સમસ્ત સમાજનું કલ્યાણ ઈચ્છા એવા બ્રહ્મ સમાજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સમસ્ત લોકોને ખૂબ આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના ઉદ્યોગપ્રધાન જગદીશ વિશ્વકર્મા તથા બ્રહ્મ સમાજ સહિત અનેક (Unveiling of New Vadaj Parashuram Statue) સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.