અમદાવાદ ક્રાઇમ બ્રાંચની (Ahmedabad Crime Branch) કસ્ટડીમાં જોવા મળતા કાળા બુરખામાં રહેલા અબ્દુલ વહાબ પઠાણ પાકિસ્તાનનો જાસૂસ (Pakistani spy arrested from Ahmedabad) છે. 72 વર્ષનો અબ્દુલ વહાબ પહેલી નજરે વૃદ્ધ અને લાચાર વ્યક્તિ લાગે પણ તે દેશ વિરોધી માહિતી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ (Spy sending information to Pakistani intelligence) મોકલતો હતો.
આરોપી માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો આરોપીએ સરકારી વેબસાઇટ ક્લોન વેબસાઈટ બનાવી લશ્કરી દળોમાં નિવૃત જવાનો અને સિનિયર અધિકારીઓની (Ex Servicemen and Senior Officers in Armed Forces) માહિતી એકત્રિત કરીને પાકિસ્તાન મોકલાવતો હતો. જેના માટે આરોપી અબ્દુલ વહાબ અમદાવાદમાંથી સીમકાર્ડ ખરીદતો હતો. જે સિમકાર્ડ નંબર ન્યુ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત જતોઈને પહોંચાડતો હતો. તે નંબર પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર (Pakistan Intelligence Officer) શફાકત વોટ્સએપ એપ્લિકેશન ડાઉનલોડ કરતો હતો. તેને એક્ટિવ કરવા અબ્દુલ વહાબએ ખરીદેલા સિમ કાર્ડનું ઓટીપી શફાકત આપતો હતો. જેનાથી વોટ્સએપ એક્ટિવ (Anti National Information via Whats app Pakistan) કરીને તમામ માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો.
અબ્દુલ વહાબ મૂળ પાકિસ્તાનનો રહેવાસી પકડાયેલો પાકિસ્તાની જાસૂસ અબ્દુલ વહાબ મૂળ પાકિસ્તાનો રહેવાસી છે, પણ છેલ્લા 30 વર્ષથી અમદાવાદના કાલુપુર ખજૂરી મસ્જિદની ( Kalupur Khajuri Masjid) ગલીમાં પરિવાર (A Spy family in street of Kalupur Khajuri Masjid ) સાથે રહે છે. જે એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. પણ વર્ષ 2010 નિવૃત્ત થયો છે. જે આરોપી પાકિસ્તાનના વિઝા મેળવવા ન્યુ દિલ્હી ગયો હતો. તે સમયે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ શફાકત જતોઇના સંપર્કમાં આવ્યો હતો. પૈસા માટે પાકિસ્તાન જાસૂસ બન્યો હતો.
ચારથી પાંચ વખત પાકિસ્તાન ગયો હતો આરોપી છેલ્લા 4 વર્ષથી દેશ વિરોધી કૃત્ય કરતો હતો. જેમાં અત્યાર સુધીમાં અનેક સિમકાર્ડ માધ્યમથી વોટ્સએપ એક્ટિવ કરાવ્યું છે, પરંતુ તેના પાસેથી 10 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે જે કોના નામે ખરીદ્યા છે. જેની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે આરોપી અબ્દુલ વહાબ ચારથી પાંચ વખત પાકિસ્તાન જઈને આવ્યો છે. આ પ્રકારએ અબ્દુલ વહાબ જેવા અનેક પાકિસ્તાન જાસૂસોની મદદથી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી (Pakistan Intelligence Agency) ભારત વિરોધના નેટવર્કને ફેલાવાનો ષડયંત્ર ઘટસ્ફોટ થયો છે.
ભારત વિરુદ્ધ ગુનાહિત કાવતરું મહત્વનું છે કે જે એક્ટિવ થયેલા વોટ્સએપ દ્વારા પાકિસ્તાન સ્થિત ઇન્ટેલિજન્સ એજન્સી ISIS દ્વારા ભારતના સુરક્ષા દળોની અત્યંત ગોપનીયતા (Extreme secrecy of India security forces) અને સુરક્ષા દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ આંતરિક વ્યવસ્થાની માહિતી એકત્રિત કરીને ભારત વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડીને નેટવર્ક ઊભું કરતા હતા.
લશ્કરીદળોના નિવૃત જવાનોને મેસેજ મોકલી ટાર્ગેટ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાની જાસૂસ કેન્દ્રીય સૈનિક બોર્ડ (Central Soldier Board) અને ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ સર્વિસમેન વેલ્ફેરની વેબસાઈટ જેવી ફેક વેબસાઈટ બનાવી આ સિમ કાર્ડ દ્વારા લશ્કરીદળોના નિવૃત જવાનો વોટ્સએપ કોલ કે મેસેજ મોકલી ટાર્ગેટ કરતા હતા. આરોપીને એક સિમ કાર્ડના બદલે 8થી 10 હજાર રૂપિયા મળતા હતા. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલા છે. અત્યાર સુધીમાં કેટલા સિમ કાર્ડનો ઉપયોગ કર્યો છે તે મુદ્દે રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી.