ETV Bharat / city

BJP સમય સાથે આધુનિક બની, મોટાભાગનો ચૂંટણી પ્રચાર IT સેલ દ્વારા...

ભારતીય જનતા પક્ષ વિશ્વનો સૌથી મોટો લોકશાહી પક્ષ છે. પાર્ટીની આટલી પ્રચંડ લોકચાહના પાછળ તેના કરોડો કાર્યકરો, કદ્દાવર નેતાઓ ઉપરાંત પાર્ટીના IT સેલનું પણ મહત્વનું યોગદાન છે. BJPનો IT સેલ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મથી લોકો સાથે સતત સંપર્કમાં રહે છે. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની માહિતીથી ભાજપનો IT સેલ જનતાને સતત માહિતગાર કરતો રહે છે.

BJP IT સેલ
BJP IT સેલ
author img

By

Published : Oct 20, 2020, 4:12 PM IST

  • પેટા ચૂંટણીને લઈને ભાજપનો IT સેલ સક્રિય
  • સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મથી લોકો સાથે રહે છે જોડાયેલા
  • વિપક્ષોના ખોટા આક્ષેપોનો આપે છે જડબાતોડ જવાબ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમણે યુવાઓને આકર્ષવા માટે IT અને ટેકનોલોજીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીને આધુનિક બનાવવામાં પીએમ મોદી અને પાર્ટીના IT સેલનું યોગદાન મહત્વનું છે.

સમય સાથે આધુનિક બની BJP મોટાભાગનો ચૂંટણી પ્રચાર IT સેલ દ્વારા

વિપક્ષની સરખામણીમાં BJPનો IT સેલ છે વધુ સક્રિય

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશથી લઈને રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય જનતા પાર્ટીનો IT સેલ ખૂબ જ એક્ટિવ છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે પેટા ચૂંટણી માટે વર્ચ્યુઅલ રેલી પણ યોજવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના IT સેલની સંગઠન રચનાની વાત કરીએ તો વિધાનસભા, જિલ્લા, તાલુકા અને મંડળ લેવલ કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના IT સેલના પ્રદેશ પ્રમુખ પંકજ શુક્લાનું કહેવું છે કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા નવી ટેકનોલોજી અપનાવવામાં આગળ રહી છે. જ્યારે સોશિયલ મીડિયા પર વિપક્ષની હાજરી ભારતીય જનતા પાર્ટીના IT સેલ કરતાં 10 થી 15 ટકા જેટલી જ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.