ETV Bharat / city

દિવાળીમાં ફાયર વિભાગને આગ લાગવાના 78 કોલ્સમાંથી 59 કચરામાં આગ લાગવાના કોલ

અમદાવાદમાં દિવાળીના તહેવારમાં ફટાકડાના કારણે દર વર્ષે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ વર્ષે પણ દિવાળીના દિવસે શહેરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં 24 કલાકમાં જ ફાયર વિભાગની ટીમને 78 ઈમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં 3 મેજર ફાયરના કોલ (ahmedabad fire call in diwali ) આવ્યા હતા.

દિવાળીમાં ફાયર વિભાગને આગ લાગવાના 78 કોલ્સમાંથી 59 કચરામાં આગ લાગવાના કોલ
દિવાળીમાં ફાયર વિભાગને આગ લાગવાના 78 કોલ્સમાંથી 59 કચરામાં આગ લાગવાના કોલ
author img

By

Published : Nov 5, 2021, 7:55 PM IST

  • અમદાવાદમાં દિવાળીના દિવસે 78 બનાવ
  • રાત્રે 10થી સવારના 6 સુધીમાં ફાયરના 56 કોલ મળ્યા
  • આ વર્ષે 40થી 50 ટકા કોલમાં વધારો

અમદાવાદ: ફાયર વિભાગના ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું કે દિવાળીના દિવસે અમદાવાદ શહેરમાં (ahmedabad fire call in diwali ) કુલ 78 જેટલી આગ લાગવાની ઘટનાઓ બની હતી. ફાયર વિભાગની ટીમને સવારે 6થી રાતના 10 વાગ્યા સુધીમાં 22 કોલ મળ્યા હતા. જોકે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં વધુ 56 કોલ મળીને 24 કલાકમાં જ 78 સ્થળોએ આગ લાગવાના બનાવો બન્યા હતા.

59 સ્થળોએ કચરામાં આગ લાગવાના કોલ

​​​​​​જ્યારે આ આગના બનાવોમાં 16 સ્થળોએ મકાનમાં આગ લાગી હતી. 59 સ્થળોએ કચરામાં આગ લાગવાના કોલ ફાયર વિભાગની ટીમને મળ્યા હતા. આ સાથે જ મેજર આગ લાગવાના બનાવ બન્યા હોય તેવા 3 કોલ આવ્યા હતા. મોટેરા દબાણ ગોડાઉન ખાતે આગ લાગતા ફાયરની 8 ગાડીઓ, ઓઢવમાં જય કેમિકલ ખાતે 4 ગાડીઓ તથા પ્રેમ દરવાજામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગતા 8 ગાડીઓ પહોંચી હતી. ત્યારે હાલમાં આ વખતની દિવાળીમાં 40થી 50 ટકા કોલનો વધારો થયો છે.

આ પણ વાંચો: સુરતમાં અચાનક જ હવામાં પોલ્યુશનના સ્તરમાં વધારો

આ પણ વાંચો: રાજકોટમાં દિવાળીના દિવસે આગના નોંધનીય બનાવ, કોઈ જાનહાનિ નહિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.