- AMTC અને BRTC બસો બંધ હોવાથી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી
- વિદ્યાર્થી સંગઠનો દ્વારા પરીક્ષા ઓનલાઇન અથવા રદ કરવા માગ
- NSUI દ્વારા PPE કીટ પહેરીને વિરોધ નોંધાવ્યો
અમદાવાદ: શહેરમાં પરીક્ષાને લઈને અલગ અલગ વિદ્યાર્થીઓ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ગુજરાત યુનિવર્સિટી ખાતે નારા બોલાવ્યા હતા. ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા વિરોધ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને NSUI (નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા) દ્વારા PPE કીટ પહેરીને વિરોધ કરીને આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો : સ્કૂલમાં ઓફલાઈન પરીક્ષા આપવા બાબતે વાલીઓએ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર
કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી દ્વારા પરીક્ષા રદ કરાઈ
આ મામલે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે. જેમાં આગામી સમયમાં પરીક્ષા મામલે જાહેરાત કરવામાં આવશે.
![NSUI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-student-exam-problem-nsui-abvp-virodh-7209724_18032021211318_1803f_1616082198_1017.jpg)
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે બનાવેલા નિયમોનો વિરોધ