- કોલેજોના ખાનગીકરણ મુદ્દે ભારે વિવાદ
- શિક્ષણનું ખાનગીકરણ વિદ્યાર્થીઓ માટે જોખમ
- સરકારી ગ્રાન્ટ માટે કોલેજ સંચાલકો વિરોધ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે
અમદાવાદ: રાજ્યમાં કોલેજોના ખાનગીકરણ (Privatization) નો મુદ્દો ગરમાયો છે. આ મામલે ગુજરાત રાજ્ય સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશન (Self Finance Association) ના મહામંત્રી જીતુભાઈનું કહેવું છે કે, જો કોલેજોનું ખાનગી યુનિવર્સિટીમાં ખાનગીકરણ કરવામાં આવશે તો શિક્ષણ મોંઘુ થશે તેમજ ખર્ચા વધુ થશે. જે અનામત વર્ગ માટે પણ નુકસાન થઈ શકે છે. કારણ કે ખાનગીકરણથી પ્રોફેસરોના પગાર ધોરણ વધુ ચૂકવવા પડશે, કોલેજોનો સ્ટેશનરી ખર્ચ વધશે. આ ઉપરાંત શિક્ષણનું ખાનગીકરણ થવાથી ભાવિ વિદ્યાર્થીઓ માટે જોખમ છે. બીજી તરફ સંચાલકો પોતાના ફાયદા માટે વિરોધ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કોલેજોને જે સરકારી ગ્રાન્ટ મળતી હતી તે કોલેજોના ખાનગીકરણથી બંધ થઈ જશે. એટલે સંચાલકોને નુકસાન થાય તેથી તેઓ વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ NSUI ની Merit Based Progression ની માગ સ્વીકારી
કોલેજોનું ખાનગીકરણએ શિક્ષણનું વ્યાપારીકરણ થવાની વાત છે: ભાવિન સોલંકી
આ મામલે વિદ્યાર્થી સંગઠન NSUI ના રાષ્ટ્રીય સંયોજક ભાવિન સોલંકીએ જણાવ્યું કે, સરકાર પોતાના ફાયદા માટે કોલેજોનું ખાનગીકરણ કરી રહી છે. આનથી વિદ્યાર્થીઓની કોલેજોની જે ફી છે તે વધી જશે. એટલે કે ગ્રાન્ટેડ કોલેજોમાં 1500 ફીની જગ્યાએ હવે વિદ્યાર્થીઈને 20 થી 25 હજાર ભરવી પડશે. એટલે કોલેજોનું ખાનગીકરણ (Privatization) ન થવું જોઈએ. આ સાથે ટીચિંગ સ્ટાફ અને ક્લિયરિંગ સ્ટાફનો પગાર પણ વધશે. તેથી તેનો ભાર વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પડશે. એટલે કોલેજોનું ખાનગીકરણ (Privatization) એ શિક્ષણનું વ્યાપારીકરણ થવાની વાત છે.
આ પણ વાંચો: સુરતમાં NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણનો ફરી વિરોધ
આગામી સમયમાં પ્રોફેસરો અને કોલેજ સંચાલકો કાળી પટ્ટી બાંધીને વિરોધ કરશે
આ મામલે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે. સરકાર અને સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશન (Self Finance Association) દ્વારા બેઠક કરીને યોગાય નિર્ણય કરવો જોઈએ. જેથી વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે. આગામી સમયમાં પ્રોફેસરો અને કોલેજ સંચાલકો દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવશે.