ETV Bharat / city

સોના-ચાંદીમાં રોકાણની તક, ભાવમાં સતત ઘટાડો, લગ્ન પ્રસંગમાં થશે ફાયદો - Gold-Silver Price

કોરોનાની મહામારીમાં સોના અને ચાંદીના ભાવોમાં મોટો ઉછાળો આવ્યો હતો. ત્યારબાદ હાલ સોના અને ચાંદીના ભાવોમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને લઇને હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. જેમાં ઘરેણાની ખરીદી કરનારા લોકોને મોટો ફાયદો થશે. લોકડાઉનના સમય ગાળામાં કેટલાક મોટા રોકાણકારોને લઈને સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. જોકે, બાદમાં લોકોએ માર્કેટમાં ફરીથી સોનાને મુક્તા અને વેચાણ કરતા ધીમે ધીમે સોનાના ભાવમાં હાલ ઘટાડો નોંધાઇ રહ્યો હોવાનું સોનાના વેપારીઓ અને જવેલર્સો માની રહ્યા છે.

સોના, ચાંદી અને હિરામાં રોકાણ કરવા માટે સારી તક

author img

By

Published : Mar 22, 2021, 4:39 PM IST

  • સોના, ચાંદી અને હિરામાં રોકાણ કરવા માટે સારી તક, લાંબા સમયે થશે મોટો ફાયદો
  • મોટા રોકાણને લઇને લોકડાઉનમાં થયો હતો ભાવ વધારો, હાલ ભાવમાં સતત ઘટાડો
  • નવી પેઢી સોના અને ચાંદીની સાથે હિરા પર વધારે કરી રહી છે રોકાણ

અમદાવાદઃ લગ્નની સિઝન આવી રહી છે. ત્યારે સોના-ચાંદીના ભાવોમાં હાલ ઘટાડો નોંધાઇ રહ્યો છે, જેને લઇને ઘરેણાની ખરીદી કરનારા લોકોને મોટો ફાયદો થઇ રહ્યો છે. તો હાલ સોના અને ચાંદીમાં રોકાણ કરતા લોકો માટે ઉત્તમ તક છે. કોરોનાની મહામારી બાદ સોના અને ચાંદીના ભાવમાં આવી રહેલો ઘટાડો લોકો માટે અને રોકાણકારો માટે ફાયદાકારક છે. હાલ લોકો સોના અને ચાંદીની સાથે હિરા તરફ આગળ વળી રહ્યા છે. ઘરેણામાં હિરાનો પણ વધારે ઉપયોગ કરે છે અને રોકાણ માટે પણ હિરામાં વધારે ભાર આપી રહ્યા છે.

કેમ આવી રહ્યો છે ભાવમાં ઘટાડો?

કોરોનાની મહામારીમાં રોકાણકારો દ્વારા મોટી પ્રમાણમાં સોના અને ચાંદીમાં રોકાણ કરવામાં આવ્યું હતું. જેને લઇને લોકડાઉનમાં સોનાનો ભાવ 58 હજાર સુધી પહોંચી ગયો હતો. પરંતુ લોકડાઉન ખુલતા અને કોરોનાની મહામારીમાં ઘટાડો થયા બાદ ધીમે ધીમે સોનાના વેચાણમાં વધારો થતા ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. હાલ લોકો પોતાની પાસે રાખેલું સોનું અને બાકીનું નવું 30 ટકા જેટલું નાખી નવા ઘરેણા બનાવી રહ્યા છે. જેને લઈને લોકો જે પ્રમાણમાં પહેલા ખરીદી કરી રહ્યા હતા, તેમના પ્રમાણમાં ઓછી ખરીદી થઇ રહી છે. જેને લઇને ભાવમાં હાલ ધીમે ધીમે ઘટાડો થઇ રહ્યો છે.

સોના, ચાંદી અને હિરામાં રોકાણ કરવા માટે સારી તક

આ પણ વાંચોઃ લગ્નની સિઝન અગાઉ સોનાની કિંમતમાં ઘટાડો થતા લોકો ઘરેણા ખરીદવા નિકળ્યા

સોના-ચાંદીમાં રોકાણકારો માટે ઉત્તમ તકઃ નિષ્ણાંત

હાલમાં જે રીતે સોના અને ચાંદીના ભાવોમાં ઘટાડો થઇ રહ્યો છે. જેને લઇને સોના-ચાંદીના વેપારીઓ, જવેલર્સના માલીકો રોકાણકારોને રોકાણ કરવા માટે ઉત્તમ તક ગણાવી રહ્યા છે. સાથે સાથે નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે કે, ભવિષ્યમાં સોનાના ભાવમાં વધારો પણ થશે, જે લોકડાઉનના સમયમાં 58 હજાર સુધી ભાવ પહોંચી ચુક્યો હતો. તેનાથી પણ વધારે ભાવ જશે. તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ સોના- ચાંદીના ભાવ ઘટતા રાજકોટવાસીઓ કરી રહ્યા છે એડવાન્સ ખરીદી

તારીખ સોનાનો ભાવ ( 24 કેરેટ, 10 g ) ચાંદીનો ભાવ ( 1 કિલોગ્રામ )
22-3-2021 રૂપિયા 46,370રૂપિયા 66,600
21-03-2021 રૂપિયા 46,370 રૂપિયા 67,500
20-03-2021 રૂપિયા 46,380 રૂપિયા 67,500
19-03-2021રૂપિયા 46,470 રૂપિયા 67,300
18-03-2021રૂપિયા 46,490 રૂપિયા 67,700
17-03-2021 રૂપિયા 46,360રૂપિયા 67,000
16-03-2021 રૂપિયા 46,370રૂપિયા 67,600
15-03-2021 રૂપિયા 46,310 રૂપિયા 67,400
14-03-2021 રૂપિયા 46,310 રૂપિયા 66,900
13-03-2021 રૂપિયા 46,300 રૂપિયા 66,900

નવી પેઢીના યુવાનો હિરા તરફ કેમ વધી રહ્યા છે ?

જે રીતે નવી પેઢીમાં બદલાવ આવી રહ્યો છે. તે રીતે સોના અને ચાંદીની સાથે સાથે હિરાની પણ ખરીદી નવી પેઢીના યુવાનો કરી રહ્યા છે. મોટા ભાગના અત્યારના લોકો સોના અને ચાંદી તરફ પોતાનું રોકાણ વધારે કરે છે. જેમની પસંદગી પણ સોના અને ચાંદીથી બનેલા ઘરેણાઓ તરફ વધારે હોય છે. જયારે નવી પેઢીના યુવાનો હિરાની ચમક તરફ વધારે આકર્ષાઇ રહ્યા છે. જેમાં સોના અને ચાંદીના ઘરેણાઓમાં હિરાનો પણ ઉપયોગ કરી રહ્યા છે, અને રોકાણ પણ હિરામાં કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.