- કૃષ્ણ જન્મ બાદ નંદમહોત્સવમાં ઓનલાઈન દર્શન આપતા ભગવાન
- નંદ મહોત્સવનું આયોજન શહેરના વિવિધ મંદિરોમાં કરાયું
- જન્માષ્ટમી કૃષ્ણ જન્મ બાદ નંદમહોત્સવના ઘરે બેઠા દર્શનનંદમહોત્સવમાં ઓનલાઈન દર્શન આપતા ભગવાન
અમદાવાદ: સાતમ આઠમના તહેવારોની પણ આ વર્ષે ઓનલાઈન ઉજવણી બાદ કાલે કૃષ્ણ જન્મની પાંચ હજાર વર્ષથી ચાલતી પ્રથા મુજબ આ વર્ષે પણ નંદ મહોત્સવનું આયોજન શહેરના વિવિધ મંદિરોમાં કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે આવેલા પ્રખ્યાત ઇસ્કોન મંદિરમાં પણ આજે શ્રી કૃષ્ણ ભગવાનના આગમન માટે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે દરેક ભક્તો સાથે ભગવાન પણ આ કોરોના મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરી રહ્યાં છે. ઇસ્કોન મંદિર દ્વારા ભક્તો ઘરે બેઠા દર્શન કરી શકે તેવી જુદા-જુદા સોશિયલ પ્લેટફોર્મ પર વ્યવસ્થા કરી છે અને મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરાયો છે.
આજના નંદ મહોત્સવમાં ભગવાન શ્રી કૃષ્ણને વિવિધ પકવાનો થાળ ધરાવવામાં આવી રહ્યો છે. આજનો પૂરો દિવસ ભગવાનની પૂજન વિધિ અને આગમન કરવામાં આવશે. ઇસ્કોન મંદિરના સંચાલક અને સેવક દ્વારા કેહવામાં આવ્યું હતું કે, આજે શ્રી કૃષ્ણના જન્મદિવસે તેઓ પ્રાર્થના કરી રહ્યાં છે કે, ભગવાન જલ્દી જ આ મહામારી માંથી લોકોને ઉગારે અને પહેલાની માફક ભક્તો મંદિરમાં આવીને દર્શન કરી શકે.