- રાજ્યના નાગરિકોને વાહન વ્યવહારની સરળતા માટે દિવાલી ભેટ
- સરખેજ -ગાંધીનગર નેશનલ હાઈવે ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો
- ગૃહ પ્રધાન અમિત શાહે ફ્લાય ઓવર કોરિડોરનું લોકાર્પણ કર્યું
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ગોતા ફ્લાય ઓવરથી (Gota flyover in Ahmedabad)સોલા સાયન્સ સિટી (Science City)ફ્લાય ઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું.
170 કરોડના ખર્ચે નવનિર્મિત 2.36 કી. મીટર લાંબો એલિવેટેડ કોરિડોર
આ રૂ. 170 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36 કિલોમીટર લાંબા આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરીડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે.
એલિવેટેડ કોરોડોરથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે
થલતેજ અન્ડરપાસથી સોલા રેલ્વે પુલ સુધી 1.48 કી.મી. લાંબો ફ્લાયઓવર અગાઉથી કાર્યરત છે, હવે તૈયાર થયેલા 2.36 કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સીટી બોક્સ સુધીના એલિવેટેડ કોરીડોરને પરીણામે સળંગ 4.18 કીમી લંબાઇનો ફ્લાયઓવર કાર્યરત થશે. આ ફ્લાય ઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરીડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરીવહનની સુવિધા મળશે.
એસ.જી.હાઇવે પર નોન-સ્ટોપ જઈ શકાશે
ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-147ના 45 કીમી લાંબા રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ સાથેના છ-માર્ગીકરણની કામગીરી રૂ. 913 કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જે અંતર્ગત નિર્માણ કરવાના થતા 13 ફ્લાયઓવરમાંથી 07 ફ્લાય ઓવર કાર્યરત થઇ ચુક્યા છે અને આઠમાં ફ્લાયઓવરનું આજે લોકાર્પણ થયું છે અને બાકીના 5 ફ્લાય ઓવર નિર્માણાધિન છે.
આ પણ વાંચોઃ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ મંડપ ડેકોરેશનના ગોધાઉનમાં લાગી આગ
આ પણ વાંચોઃ રાજકોટના સ્લમ વિસ્તારોમાં 45 દીનદયાળ ઔષધાલય શરૂ કરાયા