અમદાવાદઃ ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે મુંબઈથી શાર્પશૂટર આવ્યો હતો. તેની ધરપકડ માટે પહોંચેલી ATS અને ક્રાઈમ બ્રાંચની ટીમ પર શાર્પશૂટરે ફાયરિંગ કર્યું હતું.
હોટેલમાં બે શાર્પશૂટર રોકાયા હોવાની બાતમી મળતા પોલીસની ટીમ તેમને પકડવા માટે પહોંચી હતી. આ દરમિયાન સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં એક શાર્પશૂટર ભાગી જવામાં સફળ રહ્યો હતો અને બીજો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ, ગોરધન ઝડફિયાની હત્યાનું હતું કાવતરૂ
- મુંબઈથી આવેલો એક શાર્પશૂટર અમદાવાદમાં ભાજપ નેતા હત્યાની સોપારી લઈને આવ્યો હોવાની બાતમી ATSને મળી હતી. જેના આધારે ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શાર્પશૂટરને પકડવા ગઈ હતી, ત્યારે શાર્પશૂટરે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું.
પકડાયેલા શાર્પશૂટર પાસેથી બે પિસ્તોલ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. રિલિફ રોડ પર આવેલી વિનસ હોટેલમાં રોકાયેલા છોટા શકીલના શાર્પશૂટરને પકડવા માટે ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાત્રે 3 વાગ્યાની આસપાસ પહોંચી હતી. જો કે, તે દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરનારા શખ્સને ઝડપી લીધો હતો. તપસામાં બહાર આવ્યું હતું કે, આ શખ્સ ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવ્યો હતો. જેને લઈ ગુજરાત ATSએ તપાસનો ધમધમાટ વધાર્યો હતો.
આ પણ વાંચોઃ ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર રચનારા વધુ 5 આરોપી ઝડપાયા
- ગુજરાત ATSએ થોડા દિવસ અગાઉ રીલીફરોડ પાસેની એક હોટલમાંથી મુંબઈથી આવેલા ઈરફાન નામના શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. જે શાર્પ શૂટર ભાજપના કદાવર નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં અન્ય લોકોના પણ નામ સામે આવતા ATSએ વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન વધુ 5 આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે હાલ શાર્પશૂટરની પૂછપરછ દરમિયાન તેમણે સીદેશ ખરાડે નામના વ્યક્તિ પાસેથી હથિયાર લીધું હોવાનું તપાસમાં ખુલતા હાલ સીદેશની ધરપકડ કરવામાં આવી છે. સીદેશ ખરાડેએ છોટા શકિલના કહેવા પર શાર્પશૂટર ઇરફાનને હથિયાર પહોચાડ્યું હતું.
આ ઉપારાંત અન્ય એક નામ પણ ખુલ્યું હતું જે શબ્બીર છે. જો કે, તે દેશની બહાર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. હાલ ગુજરાત ATS બન્ને આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.