ETV Bharat / city

મનોજ સોરઠીયા હુમલા પર આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને

ગુજરાતમાં આજે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં રહી છે. ગતરાત્રે સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તા વચ્ચે અથડામણ થતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહાપ્રધાન મનોજ સોરઠીયા પર લોખંડની પાઇપ વાગતા ઈશુદાન ગઢવીએ ભાજપને ગુંડાની પાર્ટી ગણાવી હતી. બન્ને પાર્ટી આમને સામને આવી જતા પાર્ટીના કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા. બન્ને પાર્ટીમાં એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. Gujarat AAP Attacked BJP Gujarat assembly election 2022 Ganesha festival 2022

મનોજ સોરઠીયા હુમલા પર આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને
મનોજ સોરઠીયા હુમલા પર આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને
author img

By

Published : Aug 31, 2022, 6:45 PM IST

અમદાવાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલાં જ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેના પગળે બંને પક્ષના કાર્યકર્તાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેને પગેલ આમ આદમી પાર્ટી અને ભાજપ બન્ને એકબીજા પર આક્ષેપોનો વરસાદ કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહાપ્રધાન મનોજ સોરઠીયા પર લોખંડની પાઇપ વાગતા ઈશુદાન ગઢવી ભાજપને ગુંડાની પાર્ટી ગણાવી હતી.

ભાજપના ગુંડાએ કર્યો હુમલો આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી (National Joint Secretary of Aam Aadmi Party) ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગતરાત્રીએ આમ આદમી પાર્ટીના મહાપ્રધાન ગણેશ મહોત્સવ આયોજનનું ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે ભાજપના ગુંડાઓએ લોખંડની પાઇપ વડે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના માથા પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા હતા. ભાજપએ ગુંડા, લુખ્ખા અને લફંગાની પાર્ટી છે. આજે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 1 મહીનામાં આમ આદમી પાર્ટીના 8 કાર્યકર્તા પર જીવલેણ હુમલો કર્યો છે.

શું હતો મામલો? ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી (State General Minister of Gujarat Aam Aadmi Party) મનોજ સોરઠીયા શહેરના સીમાડા નાકા વિસ્તાર પહોંચ્યા હતા. અહીં તેઓ ગણેશ ઉત્સવ (Ganesha festival 2022) સંદર્ભેની માહિતી લેવા કાર્યકર રજનીભાઈ સાથે પહોંચ્યા હતા. તે દરમિયાન કેટલાક લોકો અહીં ઘસી આવ્યા હતા અને તેમની પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ AAP નેતા મનોજ સોરઠીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો આ હુમલો ભાજપના લોકોએ કર્યો હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો AAPના નેતા મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો, પાર્ટીએ માગ્યું ગૃહરાજ્યપ્રધાનનું રાજીનામું

કૌભાંડ ખુલવાની બીકે હુમલો વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત એ શાંતિપ્રિય રાજ્ય છે. ગાંધી અને સરદારની ભૂમિ છે, પરંતુ ભાજપ એ ગુજરાતમાં શાંતિ ઈચ્છતું નથી. અને ભાજપના નેતાઓનું કૌભાંડ (Scam of BJP leaders) સામે આવી જવાનો ડર લાગી રહ્યો છે. જેના કારણે સી.આર.પાટીલ મહારાષ્ટ્રમાંથી ગુંડા બોલાવીને હુમલો કરાવી રહ્યા છે.

ગૃહપ્રધાન રાજીનામુ આપે એવી માંગ આ પહેલા પણ અનેકવાર હુમલા કરવા છતાં એક પણ વ્યક્તિને પકડવામાં આવ્યા નથી. સુરત પોલીસ દ્વારા પણ હજુ સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જો સુરતમાં કાનૂન વ્યવસ્થા જાળવી ના હોય તો ગૃહપ્રધાન અને સુરત પોલીસ કમિશ્નરે રાજીનામુ આપી દેવું જોઈએ. આમ આદમી પાર્ટી જે પ્રમાણે ગુજરાતમાં ઉભરી રહી છે. જેને પગલે ભાજપ નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે.

ભાજપ આપ આમને સામને ભાજપના નેતા ઋત્વિજ પટેલ જણાવ્યું હતું કે સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ છુટાછવાયા ઉભા હતા. તે સમયે આપના કાર્યકર્તા આમને સામે આવી ગયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓેએ ભાજપના કાર્યકર્તા પર હુમલો કર્યો હતો. જેમાં દિનેશ દેસાઈ, કિશન દેસાઈ અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સુરતની પ્રેરણા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો CBI આજે મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરવા પહોંચશે, AAP અને BJP MLAનો વિરોધ ચાલુ

આપ પાર્ટીનું કામ અરાજકતા ફેલાવાનું વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભૂતકાળમાં પણ દારૂ પીને કમલમમાં આવી ભાજપના મહિલા કાર્યકર્તાની છેડતી કરી હતી. આમ આદમી પાર્ટીનું કામ જ રાજ્યમાં અરાજકતા ફેલાવાનું છે. અન્ના હજારે પણ અરવિંદ કેજરીવાલ પર ચાલ,ચલન અને ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા હતા.આમ આદમી પાર્ટી ગુજરાતમાં શાંતિ અને સલામતી ઈચ્છતું નથી. જેના કારણે આવા હુમલા કરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.