અમદાવાદ: ગુજરાતમાં ઓમિક્રોને (omicron variant in gujarat) નવી ચિંતા ઉભી કરી દીધી છે. આ નવો વેરિયન્ટ ધીમે-ધીમે રાજ્યમાં પ્રસરી રહ્યો છે. અમદાવાદમાં આજે ઓમિક્રોનના નવા 5 કેસ (omicron cases in ahmedabad) સામે આવતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના કેસો (corona cases in gujarat)માં સતત ધરખમ વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે. અમદાવાદમાં આજે એક સાથે 3 મહિલા અને 1 બાળકી અને 1 પુરૂષ ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે.
પાંચેય દર્દીનું વિદેશ કનેક્શન
આ સાથે શહેરમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 7 થઈ ગઈ છે. ગુજરાતમાં ઓમિક્રોનથી સંક્રમિતોની કુલ સંખ્યા 19 થઈ ગઈ છે. અમદાવાદમાં કોંગોથી આવેલી એક 32 વર્ષીય મહિલા અને એક 8 વર્ષની બાળકી પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેઓના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓનો રીપોર્ટ ઓમિક્રોનથી સંક્રમિત આવ્યો હતો. તો દુબઈથી આવેલી એક મહિલામાં પણ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે, જ્યારે એક 42 વર્ષિય પુરૂષ તાન્ઝાનિયાથી આવ્યો હતો. તેનો ઓમિક્રોનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તો એક યુકેથી આવેલી 40 વર્ષીય મહિલા પણ ઓમિક્રોનથી સંક્રમિત મળી છે.
ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 23 કેસ
ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે આમિક્રોનના 9 કેસો નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ સંક્રમિતોની સંખ્યા 23 થઈ ગઈ છે. ફક્ત અમદાવાદ શહેરમાં જ ઓમિક્રોનના કુલ 7 કેસ સામે આવ્યા છે. આ સિવાય જામનગર (omicron cases in jamnagar) અને સુરત (omicron cases in surat) જેવા શહેરમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવી ચુક્યા છે.
રાજ્યમાં આજે ઓમિક્રોનના 9 કેસો નોંધાયા
આજે મહેસાણામાં 2 (omicron cases in mehsana), આણંદમાં 2, અમદાવાદમાં 5 એમ કુલ 9 કેસો ઓમિક્રોનના નોંધાયા છે. 23 દર્દીઓમાંથી 19 સારવાર હેઠળ છે, જ્યારે 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઓમિક્રોનના કુલ કેસોની વાત કરીએ તો જામનગરમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1, વડોદરામાં 3, આણંદમાં 3, રાજકોટમાં 1 અને અમદાવાદમાં 7 કેસો છે.
આ પણ વાંચો: RMC Non BU Building Ceiling Drive : 8 હોસ્પિટલોને સીલ કરી, 350 હોસ્પિટલોને 2 માસ પહેલાં નોટિસ આપી હતી
આ પણ વાંચો: Fire Safety Affidavit : ફાયર સેફ્ટી અંગે AMCનું હાઈકોર્ટમાં સોગંદનામું, તમામ હોસ્પિટલોને NOC અપાયા