ETV Bharat / city

નિરાધાર વૃદ્ધો કોરોના દર્દીના આધાર બન્યા - ઘરડા લોકો આપે છે આ સેવા

કોરોનાને કારણે વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા વધી છે. જેમાં આર્થિક સંકડામણ, નોકરી છૂટવાના અને બીમારીને કારણે વૃદ્ધો તરછોડાયા છે ત્યારે એ જ વૃદ્ધો ભલે પોતે નિરાધાર છે પરંતુ તે આજે કોરોના દર્દી માટે આધાર બન્યા છે અને સમાજને એક ઉત્તમ દાખલો આપ્યો છે. જેમાં લાંભા ખાતે આવેલ જીવનધારા વૃદ્ધાઆશ્રમમાં 140 જેટલા વૃદ્ધો રહે છે અને તેઓ આજે એક ટીફિન સેવા ચલાવે છે.

નિરાધાર વૃદ્ધો કોરોના દર્દીના આધાર બન્યા
author img

By

Published : Apr 29, 2021, 6:58 PM IST

  • વૃદ્ધાઆશ્રમના નિરાધાર વૃદ્ધો આજે બન્યા લોકોનો આધાર
  • વૃદ્ધો દ્વારા કોરોના દર્દી માટે ટીફીનસેવા શરૂ કરવામાં આવી
  • કોરોના દર્દીઓને વૃદ્ધાઆશ્રમ દ્વારા જમવાનું પહોંચાડવામાં આવે છે

અમદાવાદ: કોરોનાના કારણે લોકોને માનસિક અને આર્થિક બંને રીતે નુકસાન થયું છે ત્યારે આર્થિક સંકડામણ, ઘર કંકાસ, બેરોજગારી પણ વધી છે. જેની અસર હવે અનેક લોકોના પરિવાર પણ થઈ છે. ઘરમાં અલગ અલગ કારણોસર વૃદ્ધોને હેરાનગતિ થતી હતી જેના કારણે વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મુકવામાં આવ્યા કે કેટલાક વડીલોએ સ્વેચ્છાએ વૃદ્ધાશ્રમમાં જવાનું પસંદ કર્યું છે. જેથી કોરોનાના કારણે વૃદ્ધાશ્રમમાં પણ હવે ભરાવા લાગ્યા છે ત્યારે વૃદ્ધાઆશ્રમના સંચાલક અને વડીલો દ્વારા એક મિટિંગ યોજી હતી. તેમાં તેમને નિર્ણય કર્યો કે જે કોરોનાના દર્દીઓને આપણે મફતમાં જમવાનું આપીશું ત્યારે વૃદ્ધ દ્વારા જમવાનું બનાવીને કોરોનાના દર્દીઓ સુધી પહોંચાવાનું કામ આ વૃદ્ધાઆશ્રમ દ્વારા કરવામાં આવે છે.

નિરાધાર વૃદ્ધો કોરોના દર્દીના આધાર બન્યા

વધુ વાંચો: વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરનાર 18થી 44 વયના લોકોને સ્લોટ બુકિંગનો વિકલ્પ મળ્યો

કોવિડ દર્દીઓના ઘરે પહોંચાડાય છે ટિફીન

વૃદ્ધએ જણાવ્યું કે અમે આજે નિરાધાર છીએ પણ આ આશ્રમ દ્વારા અમને આશરો આપવામા આવ્યો છે. અત્યાકની પરિસ્થિતિ જોતા કોરોના દર્દીને જમવાના પણ ફાંફા હોય છે. આ ઉપરાંત બહારથી આવેલા દર્દીના સ્વજનોને પણ જમવામાં ઘણી તકલીફો ઉભી થતી હોય છે ત્યારે કોરોના દર્દીને અને તેમના સ્વજનોને બને તેટલી મદદના ઉદ્દેશથી આ ટિફિન સેવા શરૂ કરી છે. વધુમાં જે કોરોના દર્દીનું કોઈ નથી તે લોકો માટે અમે ફ્રી માં જમવાનું આપીએ છીએ એટલે કે જમવાનું તેમને સરળતાથી મળી રહે. જ્યારે સવારે અને સાંજે એમ બને ટાઈમ જે કોરોના દર્દી છે તેમના ઘર સુધી વૃદ્ધાઆશ્રમ દ્વારા જમવાનું આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 9 થી 10 જેટલા વિસ્તારમાં આ સેવા શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો: 900 બેડની ધનવન્તરી હોસ્પિટલમાં ટોકનથી મળતી સારવારને લઇ હાઇકોર્ટમાં અરજી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.