ETV Bharat / city

Nurses strike at SVP Hospital: 700 જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો વિવાદ, યુનિયને સ્ટાફને પાછો લેવાની કરી માગ

અમદાવાદની એસવીપી હોસ્પિટલ ( SVP Hospital Ahmedabad ) ફરી વિવાદોમાં આવી છે. એસવીપી હોસ્પિટલમાં 700 જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય ( SVP Hospital Controversy over dismissal of 700 employees ) લેવાતા વિવાદ સર્જાયો છે. હોસ્પિટલમાં કામ કરતાં કોન્ટ્રાક્ટ કર્મચારીને ( outsourcing jobs ) ઇમેલ અને મેસેજ દ્વારા જાણ કરાઈ છે કે આગામી 10 ડિસેમ્બરથી તેઓ કામ પર નથી આવવાનું. અચાનક છૂટા કરવાનો મેસેજ મળતા કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયાં છે અને હડતાળ પર ( Nurses strike at SVP Hospital ) બેઠાં છે.

Nurses strike at SVP Hospital: 700 જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો વિવાદ, યુનિયને સ્ટાફને પાછો લેવાની કરી માગ
Nurses strike at SVP Hospital: 700 જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો વિવાદ, યુનિયને સ્ટાફને પાછો લેવાની કરી માગ
author img

By

Published : Nov 13, 2021, 9:37 PM IST

  • SVP Hospital Ahmedabad ફરી આવી વિવાદમાં
  • 700 જેટલા નર્સિંગ સ્ટાફને દૂર કરવાની નોટિસ અપાતા વિરોધ
  • હોસ્પિટલના કેમ્પસમાં જ નર્સિંગ સ્ટાફ હડતાળ બેઠાં

અમદાવાદઃ ગુજરાતમાં ગત વર્ષે દિવાળી બાદ બીજી લહેરનો રાફડો ચારેબાજુ ફાટી નીકળ્યો હતો. ત્યારે અમદાવાદમાં પણ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઇ હતી. મોટા ભાગની હોસ્પિટલમાં લાંબી લાઇનો લાગી ગઇ હતી. જેથી હોસ્પિટલ દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોટાપાયે આઉટસોર્સિંગના ( outsourcing jobs ) નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદની એસપી હોસ્પિટલમાં ( SVP Hospital Ahmedabad ) નર્સિંગ સ્ટાફને કોન્ટ્રાક્ટ બેઝ પર લેવામાં આવ્યા હતાં. પરંતુ અત્યારે સાસુ જેટલા નર્સિંગ સ્ટાફને છૂટા કરવાની નોટિસ અપાતા નર્સિંગ હોસ્પિટલની ( Nurses strike at SVP Hospital ) સામે બાથ ભીડી છે.

અગાઉ પણ SVP હોસ્પિટલમાં થયો છે વિવાદ

બીજી તરફ અચાનક મેસેજ મળતા કર્મચારીઓએ હોસ્પિટલ બહાર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. દાવો છે કે હોસ્પિટલનો ખર્ચ ઘટાડવા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય ( SVP Hospital Controversy over dismissal of 700 employees ) લેવાયો છે. હાલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સામે સ્ટાફ ખૂબ જ વધુ હોવાથી હોસ્પિટલને આ નિર્ણય લેવો પડ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. કોરોના કાળ દરમ્યાન પણ એસીપી હોસ્પિટલના સ્ટાફ મુદ્દે વિવાદ થઈ ચૂક્યો હતો. કોરોના દરમિયાન હોસ્પિટલ પર આરોપ હતો કે દર્દીઓ ન હોવા છતાં એજન્સીઓને ફાયદા કરાવવા માટે વધુ કર્મચારીઓને કામ પર રાખવામાં આવી રહ્યા છે.

SVP Hospital માં હવે વધુ પડતો સ્ટાફ હોવાથી છૂટાં કરાયાં

જરુરિયાત કરતાં વધુ સ્ટાફ હોવાની દલીલ

આગામી દિવસોમાં પણ કેસો વધવાની શક્યતા પૂરતી જોવા મળી રહી છે .તેવામાં કોરોના કેસો વધી રહ્યા છે જેની વચ્ચે એસ વી પી હોસ્પિટલમાંથી કોન્ટ્રાક્ટ બેઝ 700 જેટલા નર્સિંગ સ્ટાફને છૂટા ( SVP Hospital Controversy over dismissal of 700 employees ) કરવાની જાણ કરવામાં આવી છે. જેને લઇ આજે મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફના લોકો સવારથી એસવીપી હોસ્પિટલ કેમ્પસમાં હડતાળ પર ( Nurses strike at SVP Hospital ) બેઠા છે. તેઓ કોઈપણ નોટિસ અથવા કારણ વગર છૂટા કરવાના મેઇલ કરવામાં આવ્યા છે. UDS કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એસવીપી હોસ્પિટલમાં હાલ એટલા સ્ટાફની જરૂરિયાત નથી જેના કારણે આ સ્ટાફને દૂર કરવા માટે આ નોટિસ આપવામાં આવ્યું હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. કોન્ટ્રાક્ટ બેઝના ( outsourcing jobs ) સ્ટાફને લેવામાં આવ્યો હતો જેથી હાલમાં તેઓને છૂટા કરવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા જો સ્ટાફને પાછો નહીં લઈ લેવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પગારને લઈને પણ ગત વર્ષે કર્યો હતો વિરોધ

એસવીપી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના પગાર માટે મોટો કાપ મુકાતા સ્ટાફની રોષે ભરાયો હતો. બીજી લહેર વખતે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર કરવામાં આવી હતી. ત્યારે કોન્ટ્રાક્ટ પર રાખતી કંપનીની નર્સિંગ સ્ટાફના પગારમાં મોટો કાપ મૂકતા નર્સિંગ બહેનો અને સ્ટાફ રોષે ભરાયો હતો. પરંતુ કોરોના મહામારીમાં તેમને વળતર આપવામાં બદલે 22 હજાર પગાર ચૂકવતા રોષ ફાટી નીકળ્યો હતો. પોતાની મહેનતના પગારમાં પણ કોન્ટ્રાક્ટ કંપનીઓએ કાપ મુકતાં નર્સિંગ સ્ટાફ ગ્રાઉન્ડ ઉપર ઉતરી આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો.

આ પણ વાંચોઃ રસીકરણના કામમાંથી મુક્ત કરો નહીં તો દર્દીઓની સારવાર નહીં કરીએ : SVP ડૉક્ટર્સ

આ પણ વાંચોઃ SVP હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર, પગાર કાપી લેતા થયા નારાજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.