- સિવિલના કોરોના વોરિયર્સને નમન
- કોરોનાથી માટેનું નિધન થયાના 4 દિવસમાં ફરજ પર હાજર
- 70 દિવસથી વધુ સમય કોવીડ વોર્ડમાં ફરજ નિભાવી
- સિવિલ હોસ્પિટલમાં જ નર્સના માતાએ દમ તોડયો
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ દેવીકાબેન કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં રોટેશન પ્રમાણે 70 દિવસથી પણ વધારે સમય કોરોના ડ્યુટી કરી ચૂક્યા છે. આ કોરોનાની ડ્યુટી દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યેની તેમની તકેદારીએ તેમને કોરોના સંક્રમણથી બચાવ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન દેવીકાબેનના માતા કોરોનાથી સંક્રમિત થયા હતા. જેથી તેઓને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. નર્સની માતાને અગાઉથી જ હાયપરટેન્સનની પણ બિમારી હોવાથી તેઓને સારવાર અર્થે આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા 3 દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.
![કોરોના વોરીયર દેવીકાબેન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-13-civil-photo-story-7204015_21122020172458_2112f_1608551698_370.jpg)
કોરોના વોરીયર એવા દેવીકાબેનના જુસ્સાને નમન
માતાનું મૃત્યુ થતા કોઇપણ દિકરો કે દિકરી પડી ભાંગે, પરંતુ દેવીકાબેને માતૃધર્મ અને સ્ટાફ નર્સ તરીકેનો દર્દીની સેવા કરવાનો એમ બંને નિભાવ્યા હતા. માતાના અવસાનના ત્રીજા જ દિવસે તેઓ ફરી વખત પહેલાની જેમ જ જુસ્સા સાથે કોરોનાગસ્ત દર્દીઓની સારવાર માટે ડ્યુટી જોઇન કરી હતી. ખરા અર્થમાં કોરોના વોરીયર એવા દેવીકાબેનના જુસ્સાને નમન છે.
![અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતી નર્સની માતાના નિધનના 4 દિવસમાં જ ફરજ પર પરત ફરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-13-civil-photo-story-7204015_21122020172458_2112f_1608551698_1073.jpg)
મહિલા માટે પી.પી.ઇ. કીટ પહેરીને કોરોનામાં 8થી 12 કલાકની ડ્યુટી નિભાવવી ઘણી પડકારજનક
દેવીકાબેન પોતાની 70 દિવસની કોરોના ડ્યુટીના અનુભવ અંગે જણાવ્યું કે “એક મહિલા માટે પી.પી.ઇ. કીટ પહેરીને કોરોનામાં 8થી 12 કલાકની ડ્યુટી નિભાવવી ઘણી પડકારજનક છે. મહિલાઓને માસીક હોય ત્યારે ખાસ કરીને આ ડ્યુટી ઘણી પડકારજનક બની રહે છે. પીરીયડ્સના પ્રથમ ત્રણ દિવસ મહિલાઓ માટે કપરા હોય છે. આ દરમિયાન પી.પી.ઇ. કીટ પહેરીને દર્દીઓની સેવા કરવી અધરી બની રહે છે.
મહામારીમાં પણ આ તમામ વસ્તુઓને અવગણી
આ સમયગાળા દરમિયાન સતત થતા રક્તસ્ત્રાવના કારણે શારિરીક નબળાઇ અનુભવાય છે. પેટના ભાગમાં દુખાવો પણ થાય છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ઉઠવા-બેસવામાં તકલીફ પડે, હોર્મોન્સમાં થતા બદલાવના કારણે તેઓના મુડ સ્વીંગ થાય અને ઇઝીનેશ(બેચેની)નો અનુભવ થાય છે. આ તમામ પરિબળો વચ્ચે કોરોનામાં ડયુટી કરવી ઘણા પડકાર ભરેલી હોય છે. તે છતા પણ દેશ પર એકાએક આવી પડેલી મહામારીમાં પણ આ તમામ વસ્તુઓને અવગણીને પોતાને ભૂલીને જનકલ્યાણના કાર્યો અને દર્દીના જીવને પ્રાથમિકતા આપી છે. નમન છે આવા અનેક મહિલા કોરોના વોરીયર્સને.