અમદાવાદઃ રાજકોટ પછી અમદાવાદમાં પણ સ્કૂલ ફી માફી અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં છ મહિનાની ફી માફ કરવા માટે NSUI માગ કરી રહ્યું છે અને DEO કચેરી ખાતે પ્રદર્શન કર્યા દેખાવ કર્યા.એનએસયુઆઈની માગ છે કે છ મહિનાની ફી માફ કરવામાં આવે. શાળાઓ અને ખાનગી શાળાઓ આવા સમયમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી ફી માગી રહી છે. કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. જેમાં ધંધારોજગાર ઠપ છે. ત્યારે આવા સમયમાં પણ ખાનગી શાળાઓમાં ફીની ઉઘરાણી કરી રહી છે. જેનો વિરોધ કરી DEO અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.
