- ટાઉન પ્લાનિંગ કમિટીનો નિર્ણય
- જાહેર રસ્તા પરથી તમામ ઈંડાની લારી હટાવાશે
- ટ્રાફિકને નડતર તમામ લારીઓ હટાવાશે
- આજથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે
અમદાવાદ: સોમવારે અમદાવાદ શહેરની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક (Town Planning Committee Meeting) મળી હતી. જેમાં બદલાયેલા નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે. હાલમાં નોનવેજ અને આમલેટની લારી બંધ નહિ કરાવાય પરંતુ જાહેરમાં (public roads) નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. તેઓ હવે નોનવેજ (NONVAGE BAN) ઢાંકીને વેચી શકશે. આ ઉપરાંત જાહેર માર્ગમાં લારી નહી લગાવી શકે. લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી પડશે. મહાનગરમાં અધિકારીઓ રોડ રસ્તા પર લાગતી લારીઓનું સર્વે કરશે. મેયરની અધ્યક્ષતામાં બેઠક કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. જાહેર માર્ગ પર રહેલી લારીઓ પણ ટૂંક સમયમાં હટાવી દેવા આદેશ કરવામાં આવ્યો છે.
નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવા મુદ્દે રાજકારણ ગરમાયુ
કોર્પોરેશન દ્વારા પ્લાનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવા (egg lari will be removed) અંગે હાલ તો ગુજરાતમાં રાજનીતિ પણ ગરમાઇ ચુકી છે. અનેક નેતાઓ આ અંગે નિવેદનો પણ આપી ચુક્યા છે. નાગરિકે શું ખાવું શું નહી તેનો નિર્ણય સરકાર કઇ રીતે કરી શકે ? વગેરે જેવા મુદ્દાઓ પર નિષ્ણાંતોમાં પણ મતમતાંતર જોવા મળી રહ્યું છે. ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં જાહેરમાં નોનવેજ અને ઇંડાની લારીઓ પર જાહેરમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લગાવાઇ રહ્યો છે તે વાસ્તવિકતા છે. એક પછી એક પાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ધડાધડ આ નિર્ણયને લાગુ પણ કરી રહી છે.
આ પણ વાંચો: રાજકોટમાં શિવરાત્રીના દિવસે નોનવેજનું વેચાણ કરતા વેપારી સામે પોલીસ ફરિયાદ