ETV Bharat / city

જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનની ધરપકડ, 30 થી વધુ ગુનામાં સંડોવાયેલો હતો - અમદાવાદ ક્રાઈમ

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આતંક મચાવનાર અને કુખ્યાત આરોપી કાલુ ગરદન પર પોલીસે ફરી એકવાર કાયદાનો ગાળીયો કસ્યો છે.. જેમાં આ વખતે સરકારી જમીન પચાવી પડવાના કેસમાં કાલુ ગરદન સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે કાલુ ગરદનના ગુનાહિત ઇતિહાસને નેસ્તોનાબૂદ કરવા કાયદાની કમાન કસી છે. કોણ છે કાલુ ગરદન અને શું છે તેનો ગુનાહિત ઇતિહાસ.

જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનની ધરપકડ, 30 થી વધુ ગુનામાં સંડોવાયેલો હતો

author img

By

Published : Aug 11, 2021, 1:12 PM IST

  • માથાભારે કાલુ ગરદન પર કાયદાનો ગાળીયો
  • લેન્ડ ગ્રેબિંગના કેસમાં કાલુ ગરદન ફસાયો
  • સરકારી જમીન પચાવી પાડી કર્યું હતું બાંધકામ
  • હત્યા, મારામારી, ખૂનની કોશિશ જેવા અનેક અપરાધોમાં સંડોવણી
  • કાલુ ગરદનના અપરાધોનો અંત આણવા પોલીસ સક્રિય

    અમદાવાદઃ જુહાપુરા વિસ્તારનો માથાભારે શખ્સ કહેવાતા ટપોરી કાલુ ગરદનની ધરપકડ કરવામા આવી છે. કાલુ ગરદને જુહાપુરા વિસ્તારમાં સંકલિતનગરમાં સરકારી જમીન પચાવી પાડીને તેના પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું. આ બાબતે કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતાં કલેકટરને માથાભારે કાલુ ગરદનના વિરૂદ્ધમાં ફરિયાદ કરી હતી. જેના આધારે તપાસ બાદ કાલુ ગરદન સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામા આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. ગત મોડી રાતે અમદાવાદ આવતાં જ સેટેલાઈટ પોલીસે તેની ધરપકડ કરી છે. કાલુ ગરદનના ભયથી જનતાને મુક્ત કરવા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.
    કાલુ ગરદન સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે

    કાલુ ગરદનના ગુનાહિત ઈતિહાસનો ગ્રાફ સતત વધતો ગયો

માથાભારે કહેવાતા લોકલ ટપોરી કાલુ ગરદન સામે આ કોઈ પહેલો કેસ નથી. અગાઉ પણ કાલુ ગરદન સામે 29 ગુના નોંધાયા છે. વર્ષ 2011માં કાલુ ગરદને જાહેરમાં નદીમ સૈયદ નામના એક વ્યક્તિની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેનું નામ કાલુ ગરદન પડ્યું હતું. બાદમાં કાલુ ગરદનના ગુનાહિત ઈતિહાસનો ગ્રાફ સતત વધતો ગયો. જેમાં ધાકધમકી, ખંડણી ઉઘરાવવી, મારામારી, હત્યાની કોશિશ અને વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં કાલુ ગરદન વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ થયાં. ત્યાર બાદ 4 વખત પાસા અને 1 વખત તડીપાર પણ કરવામા આવ્યો. પણ આ વખતે પોલીસે કાલુ ગરદન પર કાયદાનો ગાળીયો બરાબર કસ્યો છે.. હાલ કાલુ ગરદન સામે દાખલ થયેલા લેન્ડ ગ્રેબિંગના કેસમાં ACP- એમ' ડીવીઝન દ્વારા આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજસ્થાનમાં જઈ છૂપાયો હતો

જ્યારે સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલો કાલુ ગરદન પોલીસની પકડથી બચવા છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનમાં છૂપાયો હતો. પરંતુ ગત મોડી રાતે તે એસજી હાઈવે પરથી પસાર થવાનો છે તેની બાતમી મળતાં સેટેલાઈટ પોલીસે તેને ઝડપી લીધો છે. જોકે હવે કાલુ પોલિસની પૂછપરછમાં શું નવા ખુલાસા કરે છે તે જોવું મહત્ત્વનું છે.

આ પણ વાંચોઃ 25થી વધુ ગંભીર ગુનાઓનો રીઢો આરોપી અઝહર કીટલી ગુજરાત એટીએસે પકડ્યો

આ પણ વાંચોઃ Cyber Crime ના પ્રકાર અને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.