- ધર્મ સ્વતંત્રતા સંશોધન બિલ 2021ને હાઇકોર્ટમાં પડકારતી અરજી
- ધર્મ સ્વતંત્રતા બિલને લઈને હાઈકોર્ટે સરકારને ઇશ્યુ કરી નોટિસ
- ધર્મ સ્વતંત્રતા તમામ નાગરિકોનો મૂળભૂત અધિકાર
અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા 15 જુન 2021ના રોજ પસાર કરેલા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સંશોધન બિલ 2021( Gujarat Freedom of Religion Amendment Bill 2021)ને નામદાર ગુજરાત હાઇકોર્ટ( Gujarat High Court )માં પડકારવામાં આવ્યો છે. અરજદારે બિલને પડકારતા કોર્ટમાં અરજી કરી છે કે, પ્રસ્તુત બીલ નાગરિકના મૂળભૂત અધિકારો જેમાં પોતાના ધર્મને પાડવાનો અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે, જેનો સદંતર ભંગ થઈ રહ્યો છે. આજે ગુરૂવારે આ મામલે કોર્ટમાં સુનાવણી થતાં કોર્ટે સરકારને નોટિસ પાઠવી છે. આગામી 17 ઓગસ્ટે આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: ધર્મ સ્વતંત્રતા સુધારા બિલને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીએ એકબીજા પર કર્યા પ્રહારો
બીલને હાઇકોર્ટમાં પડકારતાં સરકારે શું આપ્યો જવાબ ?
ગુજરાત ધર્મની સ્વતંત્રતા સંશોધન બિલ 2021 ને ગુજરાત હાઇકોર્ટમાં પડકારતાં આજે ગુરૂવારે સુનાવણી દરમિયાન સરકારનો પક્ષ મુકતા એડવોકેટ મિહિર જોશીએ કોર્ટમાં રાજૂઆત કરી હતી કે, ભારતના બંધારણના મૂળભૂત અધિકારો મુજબ અનુચ્છેદ 25 અંતર્ગત ધર્મ સ્વતંત્રતા તમામ નાગરિકોને મળી છે, પરંતુ તેનો અર્થ લોકોને ધર્મ પરિવર્તન કરાવવો એ ન હોઈ શકે. તેમણે વધુમાં કોર્ટમાં જણાવ્યું કે, દબાણપૂર્વક ધર્મ પરિવર્તન વિરુદ્ધનો આ કાયદો છે. લોકોના ધર્મ પરિવર્તન કરાવવો એ મૂળભૂત અધિકાર નથી.
આ પણ વાંચો: Love Jihad મામલામાં નવો વળાંકઃ આરોપી ઈમરાનની પત્ની બધુ જાણતી હોવાનું જણાયું
હાઈકોર્ટે સરકારને ઇશ્યુ કરી નોટિસ
ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ ઇશ્યુ કરતાં જણાવ્યું કે, લોકોના ગુપ્તતાના અધિકારનો અહીં કઈ રીતે ભંગ થઈ રહ્યો છે, તે સરકાર જણાવે. અગાઉ સુપ્રીમ કોર્ટે ગુપ્તતાના અધિકારને લઈ આપેલા ચુકાદાને પણ બિલના કારણે પડકાર મળી રહી છે. વધુમાં જે ધર્મ તમે માનતા હોય તેનો પ્રચાર કરવાનો અધિકાર છે, ત્યારે પ્રસ્તુત બિલમાં મૂળભૂત અધિકારોને તમે કઈ રીતે બંધ કર્યો છે તેનો જવાબ રજૂ કરવા કોર્ટે સરકારને નોટિસ ઇશ્યુ કરી છે. આગામી 17 મી ઓગસ્ટે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.