અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. સાત લાખથી વધુ લોકો આ સંક્રમણનો ભોગ બન્યાં છે, ત્યારે ગુજરાતમાં પણ 69 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે તે વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સામે મહેસૂલ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ આ નોટિસ આપવામાં આવી છે. જેમાં હાલની કોરોના વાઇરસની સ્થિતિને જોતાં રજિસ્ટ્રારની કામગીરી પર સવાલો ઉઠયાં છે અને આ ગંભીર બીમારીને લગતી કોઈપણ કામગીરીમાં રજિસ્ટ્રારના ન જોડાવા બદલ તેમને આ નોટિસ આપવામાં આવી છે.
જો કે, સ્વસ્થ ન હોવાથી રજિસ્ટ્રારે શરદી, ગાળામાં તકલીફની ફરિયાદ હોવાની વોટ્સએપ મારફતે જાણકારી આપી હતી, પરંતુ મૌખિક કે લેખિતમાં સક્ષમ અધિકારી સમક્ષ રજાની યોગ્ય મંજૂરી મેળવી ન હતી.
GU રજિસ્ટ્રારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘન માટે નોટિસ ફટકારાઈ - corona
કોરોના વાઇરસ સામે દેશભરમાં લૉકડાઉન છે ત્યાં સરકારી અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ અમુક જવાબદારીઓ સોંપવામાં આવી છે, ત્યારે મંજૂરી વગર રજા પર ઉતરી જતાં ગુજરાત યુનિવર્સિટી રજિસ્ટ્રાર વિરુદ્ધ મહેસૂલ વિભાગે શૉ કોઝ નોટિસ બજાવી છે.