- કોરોના કાબૂમાં આવ્યો
- 9 મહિના બાદ કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી
- રિકવરી રેટ વધીને 97 ટકા પર પહોંચ્યો
- રાજ્યમાં અત્યારસુધી 2 લાખ જેટલા પોઝિટિવ કેસો નોંધાયા
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાબૂમાં આવી ગયો હોય તેમ જણાય આવે છે કેમ કે, રાજ્યમાં સતત ચોથા દિવસે 350થી ઓછા અને સતત બીજા દિવસે 325થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 316 કેસ નોંધાયા છે. તેમજ 9 મહિના બાદ પહેલીવાર એક પણ મોત નોંધાયું નથી, જેને પગલે મૃત્યુઆંક 4,387એ યથાવત રહ્યો છે. જ્યારે 335 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. તેમજ સતત નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. ત્યારે રાજ્યનો કુલ રિક્વરી રેટ 97 ટકા થયો છે.
આજે કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી
રાજ્યની વાત કરવામાં આવે તો 3450 એક્ટિવ કેસ, 33 વેન્ટિલેટર પર ત્યારે અત્યાર સુધીમાં 2,53,703 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 2,61, 540ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે મૃત્યુઆંક 4,387એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2,53,703 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 3,450 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 વેન્ટિલેટર પર જ્યારે 3, 417 દર્દીની હાલત સ્થિર છે.
કોરોના રસી આપવાથી લોકોને હાશકારો
કોરોના કાળથી લઈને અત્યાર સુધી રાજ્યમાં 4 હજાર જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે હવે કોરોના રસી આપવાથી લોકોને હાશકારો થયો છે અને કોરોના રિકવરી રેટમાં વધતો જાય છે. બીજી તરફ વાત કરીએ તો 9 મહિના બાદ કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત નોંધાયું નથી.