ETV Bharat / city

વર્ષા ફ્લેટ સામે મનપાએ કોઈ કાર્યવાહી ન કરતા રહીશોએ કર્યો વિરોધ, પોલીસે કરી અટકાયત - અમદાવાદ ગ્રામીણ ન્યુઝ

ગુજરાત હાઇકોર્ટમાં બીયુ પરમિશન અને ફાયરસેફ્ટીને લઈને થઈ રહેલી સુનાવણી બાદ એકા-એક હરકતમાં આવેલી અમદાવાદ મનપા સામે 15 જૂન મંગળવારે પાલડી વિસ્તારના વર્ષા ફ્લેટના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે એક તરફ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેડ વિભાગના કર્મચારીઓ જે બિલ્ડીંગ પાસે બિયુ પરમિશન નથી તેમને સીલ કરવાની કામગીરી કરી રહી છે.

વર્ષા ફ્લેટ સામે મનપાએ કોઈ કાર્યવાહી ન કરતા રહીશોએ કર્યો વિરોધ

author img

By

Published : Jun 16, 2021, 2:25 PM IST

  • અમદાવાદ વર્ષા ફ્લેટ્સના બીયુ પરમિશન ન હોવા છતાં કાર્યવાહિ નહી
  • પાલડી વિસ્તારના વર્ષા ફ્લેટના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો
  • વારંવાર રજૂઆત કરાય તેમ છતાં ન લેવાયા પગલા

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં બીયુ પરમિશન અને ફાયરસેફ્ટીને લઈને થઈ રહેલી સુનાવણી બાદ એકા-એક હરકતમાં આવેલી મનપા સામે 15 જૂન મંગળવારે પાલડી વિસ્તારના વર્ષા ફ્લેટના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે એક તરફ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેડ વિભાગના કર્મચારીઓ જે બિલ્ડીંગ પાસે બિયુ પરમિશન નથી તેમને સીલ કરવાની કામગીરી કરી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વર્ષા ફ્લેટ્સ પાસે બીયુ પરમિશન ન હોવા છતાં લોકો અહીં આવીને રહી રહ્યા છે. પરંતુ તેની સામે મનપા કોઈપણ કામગીરી કરી રહી નથી. વિરોધ દરમિયાન પાલડી પોલીસ વિરોધના સ્થળે પહોંચી વિરોધ કરનારા લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.

વારંવાર રજૂઆત કરાય તેમ છતાં ન લેવાયા પગલા

જોકે બીજી તરફ ETV Bharatએ એસ્ટેટ વિભાગના અધિકારી ચૈતન્ય શાહ સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, હાલ કોર્ટમાં આ મેટર ચાલી રહી છે અને કોર્ટે મનપા કોઈ પણ પગલા ન લે તે માટેનો આદેશ આપ્યો છે. તેથી અમે બિલ્ડીંગ સામે કોઈપણ પગલા લઈ શકતા નથી. જોકે વર્ષા ફ્લેટસમાં લોકો વસવાટ કરી રહ્યા છે અને તે હજી પણ સદન્તર ચાલુ છે તેને લઈને અમે કોર્ટમાં અરજી કરી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અરજીની સુનાવણી કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.