- 4 પહોરની કરવામાં આવે છે મહાદેવની પૂજા
- ભક્તો પ્રસાદમાં સાત્વિક ફરાળ કરીને ઉજવે છે મહાશિવરાત્રી
- મંદિરમાં થઇ રહી છે છેલ્લા સવાવર્ષથી અખંડ રામધૂન
આ પણ વાંચોઃ પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીનો પર્વ ઉજવાયો
અમદાવાદઃ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો રૂદ્રી, રૂદ્રાષ્ટક પાઠ, શિવ મહિમ્ન સ્તોત્ર કરશે. દિવસભર સોમનાથ મંદિરમાં પર્યત વૈદિક પૂજાઓ, અભિષેકાત્મક લઘુરૂદ્ર, રૂદ્રી, બિલીપત્ર, સંકલ્પ પૂજાઓ યોજાઈ હી.. શ્રદ્ધાળુઓ બિલીપત્ર, શેરડીનો રસ, પંચામૃત, દૂધ મિશ્રિત જળ, કાળા તલ, આંબળા મહાદેવને અર્પણ કરશે. અમદાવાદના એસ. પી. રિંગ રોડ પર રામ કુટીર નામનું મંદિર આવેલું છે જ્યાં મહાશિવરાત્રીના દિવસે વિવિધ સાધુ-સંતો અને ભક્તો દ્વારા મહાશિવરાત્રીની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ શિવરાત્રીના પર્વ પર બાંગ્લાદેશના હાઈ કમિશ્નર વડનગરની મુલાકાતે આવ્યા
પ્રસાદની વ્યવસ્થા ...
અમદાવાદના આ મંદિરમાં છેલ્લા સવા વર્ષથી અખંડ રામધૂન પણ ચાલી રહી છે. આ મંદિરની સ્થાપના જેમણે કરી છે તેવા ચંદુભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ધાર્મિક મહત્વ ધરાવતી આ જગ્યાએ અખંડ રામધૂન ચાલે છે અને કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ આ જગ્યાએ આવે તો તેનમે પ્રસાદની પણ 24 કલાક વ્યવસ્થા કરવામાં આવી છે.