- રથયાત્રાને લઈને મહત્વના સમાચાર, Jalyatra ને મળી મંજૂરી
- 108 કળશની જગ્યાએ 5 કળશ સાથે જળયાત્રા યોજાશે
- 1ગજરાજ, 5 ધજા, અને 5 કળશ રખાશે
- ભજન મંડળી જળયાત્રામાં નહીં રખાય
અમદાવાદઃ 24 જૂને યોજાનારી જળયાત્રામાં ( Jalyatra ) સાબરમતી નદીના આરે વિધિવત રીતે ગંગાપૂજન થશે. જેમાં નાયબ મુખ્યપ્રધાન અને રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ગંગાપૂજન કરવામાં આવશે. જોકે કોરોના સંક્રમણ ન થાય તે માટે આ યાત્રામાં ન તો ભજન મંડળી જોડાશે ન તો અખાડા. માત્ર 50થી પણ ઓછા લોકો આ યાત્રામાં ભાગ લેશે. જોકે ગજરાજ દર વર્ષે 18 હોય છે પરંતુ આ વર્ષે માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. કારણ કે ગજરાજ ગણપતિજીનું સ્વરૂપ છે અને કોઈપણ કાર્ય માટે આપણે ગજાનન ગણપતિજીને યાદ કરાતાં હોય છે એટલા માટે એક ગજરાજ સાથે જળયાત્રા યોજાશે.
આ પણ વાંચોઃ રથયાત્રાને ધ્યાનમાં રાખી આજે 200 પોલીસકર્મીએ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
પોલીસ બંદોબસ્ત ગોઠવવા તૈયાર હવે પોલીસ દ્વારા રથયાત્રાને (144th Jagannathji Rathyatra ) લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જયારે આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ ભક્તો વગર અખાડાઓ વગર તેમજ કોરોના પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા ( 144th Rathyatra ) નીકળે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચોઃ 144th Jagannath Rathyatra: રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને સરકાર અસમંજસમાં, લોકોમાં ઉચાટ!