- ACBએ ખેત તલાવડી કૌભાંડની તપાસ શરુ કરી
- ઓડિટ કરતી CA ફર્મ પીપારા એન્ડ કંપનીની ગેરરીતિ સામે આવી
- CA તરીકે કામ કરતા 2ની ધરપકડ
અમદાવાદ : ACB ખેત તલાવડી કૌભાંડની તપાસ કરતા ઓડિટ કરતી CA ફર્મ પીપારા એન્ડ કંપનીની ગેરરીતિ સામે આવી છે. જોકે, CA ફર્મના માલિક દ્વારા ઓડિટ વિશે કામગીરીમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. જેથી ફોજદારી રાહે પગલાં ભરવા ACBએ મંજૂરી માંગી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠામાં 2થી 4 જાન્યુઆરી વરસાદની આગાહી, ખેત પેદાશોની કાળજી રાખવા આદેશ
કંપનીમાંથી સંખ્યાબંધ પુરાવા અને કમ્પ્યુટર કબજે કર્યા
પિપારા એન્ડ કંપનીમાંથી સંખ્યાબંધ પુરાવા અને કમ્પ્યુટર કબજે કર્યા હતા. તે દરમિયાન પીપારા કંપનીમાં CA તરીકે કામ કરતા ભૌમિક ગાંધી અને મિતેષ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ખેત ઉત્પાદન સંઘોને મજબૂત કરવા માટે કૃષિ માળખાકીય ભંડોળ
ઓડિટર તરીકે CA ફર્મમાં કામગીરી કરતા હતા
ધરપકડ કરાયેલા બંન્ને વ્યક્તિઓ ઓડિટર તરીકે CA ફર્મમાં કામગીરી કરતા હતા. અત્યાર સુધીના ACBમાં નોંધાયેલા ખેત તલાવડી કૌંભાંડના 23 ગુનાઓમાં સંડોવણી સામે આવી છે. જ્યારે ફર્મના માલિક તથા પિતા-પુત્ર નમન પિપારાં અને જ્ઞાનચંદ પિપારા વિરુદ્ધ ACB એ LOC નોટિસ જાહેર કરી તપાસ શરૂ કરી છે.