ETV Bharat / city

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં નવો નર્સિંગ સ્ટાફ જોડાશે - સિવિલ હોસ્પિટલ

વધતા જતા કોરોના સંક્રમણને પગલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ વધારવા જણાવ્યું હતું. જેને લઈને અમદાવાદ શહેર-જિલ્લાની 14 નર્સિંગ કોલેજના 250થી વધુ વિદ્યાર્થીઓના ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. હોસ્પિટલના સ્ટાફમાં ભરતી કરવાથી હાલમાં રાત-દિવસ કામ કરી રહેલા આરોગ્યકર્મીઓને પણ જરુરી ટેકો મળશે.

વધતા દર્દીઓને લઈને હોસ્પિટલોમાં સ્ટાફની અછત

author img

By

Published : Apr 22, 2021, 8:14 PM IST

  • અમદાવાદ શહેર-જિલ્લાની 14 નર્સિંગ કોલેજના 250થી વધુ વિદ્યાર્થીઓના ડેટા એકત્રિત કરવામાં આવ્યો
  • સરકાર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને સરકારી હોસ્પિટલમાં સ્ટાફ વધારવા જણાવ્યું
  • વધતા દર્દીઓને લઈને હોસ્પિટલોમાં સ્ટાફની અછત

અમદાવાદ: કોવિડ મહામારીનો સામનો કરવામાં તાલીમબદ્ધ, કુશળ માનવબળની જરૂર છે. છેલ્લા એક વર્ષથી કોરોના સામે લડી રહેલા આરોગ્યકર્મીઓને જરુરી વિરામ પણ મળતો નથી ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના સંકલિત પ્રયાસો જિલ્લામાં આરોગ્ય સુવિધામાં નવો સ્ટાફ ઉમેરવાનો છે.

આ પણ વાંચો: જી.જી હોસ્પિટલની બહાર ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનો આભાર માનવામાં આવ્યો

સ્ટાફની અછત નિવારવા નર્સિંગ કોલેજનો સંપર્ક કરાયો

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાની 14 નર્સિંગ કોલેજના 250થી વધુ વિદ્યાર્થીઓને આરોગ્ય સેવામાં સાંકળવા માટે આયોજન હાથ ધરાયું છે. સોલા સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર તરીકે કાર્યરત અને સચિવ હારિત શુક્લાએ કુશળ માનવબળને સેવાઓમાં જોડવા માટે તાકિદ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે અમદાવાદ જિલ્લાની અને શહેરની નર્સિંગ કોલેજનો સંપર્ક કરી આરોગ્યકર્મીઓને ફરજમાં જોડાવા આહ્વાન કર્યું.

નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ સાથે બેઠક

આ સંદર્ભે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ સાથે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ બેઠક કરી ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને ક્રાઈસિસમાં કેવી રીતે કામ કરી શકાય તે માટેનો અનુભવ મળશે.

આ પણ વાંચો: વેરાવળ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની માનવતા મહેકાવતો વીડિયો વાયરલ

વર્તમાનના આરોગ્યકર્મીઓને રાહત મળશે

આમ, આ નવતર પહેલાના પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સુવિધાઓમાં વૃદ્ધિ થશે. સાથો-સાથ હાલમાં રાત-દિવસ કામ કરી રહેલા આરોગ્યકર્મીઓને પણ જરુરી ટેકો મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.