ETV Bharat / city

ખાનગી લેબ કે હોસ્પિટલને કોરોનાના RT-PCR ટેસ્ટ માટે સરકારની પરવાનગી લેવાની જરૂર નથી - હાઈકોર્ટ - AMA

રાજ્યમાં કોરોના ટેસ્ટ કરવા માટે સરકારી નીતિ મુજબ ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરીને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવાના આદેશને પડકારતી જાહેરહિતની અરજી મુદ્દે શુક્રવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ડિવિઝન બેંચે ખાનગી લેબોરેટરી કે હોસ્પિટલને કોરોના RT-PCR ટેસ્ટ માટે સરકારની પરવાનગી લેવામાંથી મુક્તિ આપી હોવાની વિગતો સામે આવી છે.

Neither a private lab nor a hospital needs government permission for Corona's RT-PCR test
ખાનગી લેબ કે હોસ્પિટલને કોરોનાના RT-PCR ટેસ્ટ માટે સરકારની પરવાનગી લેવાની જરૂર નથી - હાઈકોર્ટ
author img

By

Published : May 29, 2020, 4:39 PM IST

અમદાવાદ: રાજ્યમાં કોરોના ટેસ્ટ કરવા માટે સરકારી નીતિ મુજબ ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરીને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવાના આદેશને પડકારતી જાહેરહિતની અરજી મુદ્દે શુક્રવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ડિવિઝન બેંચે ખાનગી લેબોરેટરી કે હોસ્પિટલને કોરોના RT-PCR ટેસ્ટ માટે સરકારની પરવાનગી લેવામાંથી મુક્તિ આપી હોવાની વિગતો સામે આવી છે.

રાજ્યની કોરોના ટેસ્ટિંગ નીતિ પર ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યા બાદ અમદાવાદ મેડિકલ એસસોશિયેશનને જાહેરહિતની અરજી દાખલ કરતા માંગ કરી છે કે, સરકાર ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને પણ RT-PCR ટેસ્ટ કરવાની છૂટ આપે જેથી દર્દીનું વહેલું નિદાન થઈ શકે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, હાલના સમયમાં કોઈપણ ખાનગી લેબ કે હોસ્પિટલને કોરોના માટે RT-PCR ટેસ્ટ માટે સોલા સિવિલ હોસ્પિટલ પાસેથી પરવાનગી માંગવી પડે છે. જેથી સરકારના આ નિયમને રદ કરવામાં આવે. અમદાવાદ મેડિકલ એસોસિયેશન જેના તાબા હેઠળ નવ હજાર જેટલા ડોક્ટર આવે છે તેમણે હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી થકી સરકારીની પરવાનગીવાળા નિયમમાંથી મુક્તિ માંગી છે.

અરજદારે દાવો કર્યો છે કે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચએ RT-PCR ટેસ્ટ માટે 19 સરકારી અને 12 ખાનગી લેબોરેટરીને પરવાનગી આપી છે. ઘણી સર્જરી કે ઓપરેશન પહેલા કોરોના ટેસ્ટ કરવું પડે છે, તેવા કિસ્સામાં જો ખાનગી લેબને વધુ પરવાનગી આપવામાં આવે તો રાહત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.