ETV Bharat / city

Neeraj Chopra in Ahmedabad: દેશના 'ભાવિ રમતવીરો' માટે અભિયાન, આજથી શરૂ કરશે નીરજ ચોપરા - ઓલિમ્પિયન ભારતભરની શાળાઓની મુલાકાત લેશે

ભારતના ભવિષ્યના ચેમ્પિયનોને સશક્ત બનાવવા માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં દેશના ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયન (Indian Olympians and Paralympians) સામેલ થશે અને દેશની સ્કૂલોમાં જઇને ફિટનેસ, રમતગમત, સંતુલિત આહાર અને પોતાના અનુભવો વિશે વાતચીત કરશે. આ વર્ષની શરૂઆતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (azadi ka amrit mahotsav)ના પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર પ્રતિક્રિયા આપતા આપણા ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયન આ અભિયાનમાં જોડાશે.

Neeraj Chopra in Ahmedabad: દેશના 'ભાવિ રમતવીરો' માટેનું અનોખું અભિયાન, અમદાવાદની સ્કૂલમાંથી શરૂ કરશે નીરજ ચોપરા

author img

By

Published : Dec 1, 2021, 10:47 PM IST

Updated : Dec 4, 2021, 11:18 AM IST

  • ટોક્યો ઓલિમ્પિકના નાયકો અનોખા સ્કૂલ યાત્રા અભિયાનમાં સામેલ થશે
  • નીરજ ચોપરા 4 ડિસેમ્બરે અમદાવાદના સંસ્કારધામથી અભિયાનની શરૂઆત કરશે
  • ફિટનેસ, રમતગમત, સંતુલિત આહાર વગેરે પર વાતચીત કરશે

અમદાવાદ: ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા (gold medalist in tokyo olympics 2021) અને હવે દેશભરમાં એક આગળ પડતું અને ઘરેઘરમાં જાણીતું નામ એવા નીરજ ચોપરા (gold medalist neeraj chopra) આ અભિયાનની શરૂઆત 4 ડિસેમ્બર, 2021ના અમદાવાદના સંસ્કારધામ સ્કૂલ (sanskardham school ahmedabad)માં સમગ્ર ગુજરાતના સ્કૂલના બાળકો સાથે કરશે. તેઓ સ્કૂલના બાળકો સાથે સંતુલિત આહાર, ફિટનેસના અત્યંત મહત્વના વિષયો પર વાતચીત (neeraj chopra conversation on fitness and balanced diet) કરશે.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આપી જાણકારી
નીરજની આગામી સફર અને વાતચીતની ઘોષણા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત પ્રધાન શ્રી અનુરાગસિંહ ઠાકુરે (sports minister of india anurag thakur) ટ્વીટર પર કરી હતી. તેમણે લખ્યું કે, 'PM શ્રી નરેન્દ્ર મોદીજીએ આપણા ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયનોને સ્કૂલો (olympian will visit schools across India)ની મુલાકાત લેવા અને સંતુલિત આહાર, ફિટનેસ, રમતગમત વગેરેના મહત્વ અંગે વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરવા આહ્વાન કર્યુ. 4 ડિસેમ્બરથી નીરજ ચોપડા સંસ્કારધામ સ્કૂલમાં આ મિશન શરૂ કરવા માટે અમદાવાદ (neeraj chopra in ahmedabad)માં ઉપસ્થિત હશે.'
નીરજ ચોપરા આ પહેલનો ભાગ બનવા માટે ઉત્સુક
મિશન વિશે બોલતા, નીરજે કહ્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કરાયેલી આ અનોખી પહેલનો ભાગ બનવા માટે હું અત્યંત ખુશ અને ઉત્સાહિત છું. આ પહેલ ફિટનેસ, સારો પોષક આહાર અને આપણા રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ વિશે વધુ જાગૃતિ પર આધારિત રમત-ગમત સંસ્કૃતિ બનાવવાની ગતિને વેગ આપશે. રમતવીર તરીકે અમે યુવાનોને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં મોટી ભૂમિકા ભજવી શકીએ છીએ. હું શનિવારે સંસ્કારધામ શાળાના વિદ્યાર્થીઓ સાથેની મારી વાતચીતની આતુરતાથી રાહ જોઉં છું."
'સંતુલિત આહાર' વિશે વાતચીત કરશે
શનિવારની ઇવેન્ટમાં નીરજ વિદ્યાર્થીઓ સાથે ‘સંતુલિત આહાર’ પર વાર્તાલાપ કરતા જોવા મળશે. આ વાતચીતમાં સંતુલિત આહાર, પોષણ, તંદુરસ્તી અને રમતગમતના મહત્વ પર ભાર મુકવામાં આવશે. નીરજ શાળાના બાળકોના પ્રશ્નો પણ જાણશે અને તેમની સાથે ફિટનેસ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેશે.
આ રમતવીરો પણ મિશનમાં જોડાશે
નીરજને પગલે તરુણદીપ રાય (તીરંદાજી), સાર્થક ભાંભરી (એથ્લેટિક્સ), સુશીલા દેવી (જુડો), કેસી ગણપતિ અને વરુણ ઠક્કર (સેલિંગ) આગામી 2 મહિનામાં દેશના અન્ય ભાગોમાં શાળાઓની મુલાકાત લેશે. પેરાલિમ્પિયન્સમાં, અવની લેખારા (પેરા શૂટિંગ), ભાવના પટેલ (પેરા ટેબલ ટેનિસ) અને દેવેન્દ્ર ઝાઝરિયા (પેરા એથ્લેટિક્સ) આ મિશનમાં તેમની સાથે જોડાશે.
દેશભરની સ્કૂલોમાં જઇને આપશે ટિપ્સ
શિક્ષણ મંત્રાલય અને યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ વિશેષ ઝુંબેશ, ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સના આપણા આ હીરો (hero of tokyo olympics 2021 from india)ને નિહાળશે. 2 વર્ષના ગાળામાં દેશભરની શક્ય તેટલી વધુ શાળાઓની મુલાકાત લેશે. રમતવીરો તેમના પોતાના અનુભવો, જીવનના પાઠ, આગામી મહાન રમતવીર કેવી રીતે બનવું તેની ટિપ્સ શેર કરશે અને શાળાના બાળકોને એકંદરે પ્રેરણાત્મક પ્રોત્સાહન પણ આપશે.

આ પણ વાંચો: 15th Angie Mac Trade Show 2021 : સીએમ ભૂપેન્દ્ર પટેલે એન્જિ મેક સ્ટોલ્સની મુલાકાતમાં શું જોયું?

આ પણ વાંચો: Samras Gram Panchayat Gathaman : બનાસકાંઠાનું અનોખું સમરસ ગામ, જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા પણ ઉદાહરણરુપ

Last Updated : Dec 4, 2021, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.