ETV Bharat / city

UNOના સ્વરૂપ અને વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત છે? જુઓ ETV Bharatની વિશેષ ચર્ચા - બીજા વિશ્વયુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના

સંયુકત રાષ્ટ્ર સંધ(UNO)ની સ્થાપના 24 ઓકટોબર 1945ના રોજ થઈ હતી. જેને 75 વર્ષ પૂર્ણ થયા છે. જેની 75મી વર્ષગાંઠની ઉજવણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનમાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ યુએનની કામગીરી સામે અનેક સવાલો કર્યા હતા અને વિશ્વના દેશોને વિચાર કરવા મજબૂર કર્યા છે.

United Nations Organisation
UNOના સ્વરૂપ મુદ્દે ETV Bharatની વિશેષ ચર્ચા
author img

By

Published : Oct 6, 2020, 5:56 PM IST

અમદાવાદઃ સંયુકત રાષ્ટ્ર સંધ(UNO)ની સ્થાપના 24 ઓકટોબર, 1945ના રોજ થઈ હતી, જેને 75 વર્ષ પૂર્ણ થયા છે. જેની 75મી વર્ષગાંઠની ઉજવણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનમાં સંબોધન કર્યું હતું, જેમાં મોદીએ યુએનની કામગીરી સામે અનેક સવાલો કર્યા હતા અને વિશ્વના દેશોને વિચાર કરવા મજબૂર કર્યા છે. યુએનની કામગીરી સામેના સવાલો મુદ્દે ઈટીવી ભારત ગુજરાતના બ્યૂરો ચીફ ભરત પંચાલે આંતરરાષ્ટ્રીય વિષયો પર કોલમ લખનાર વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ અને વિદેશી બાબતોના જાણકાર તેમજ એક્સપર્ટ રમેશ તન્ના સાથે ચર્ચા કરી હતી.

UNOના સ્વરૂપ મુદ્દે ETV Bharatની વિશેષ ચર્ચા
સંયુક્ત રાષ્ટ્ર સંઘ(UNO)ની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ પછી 1945માં થઈ હતી. ત્યારે વિશ્વના 51 દેશો તેના સભ્ય હતા. આજે 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વિશ્વના 193 દેશ યુએનના સભ્ય છે. યુએનનું મુખ્ય કાર્ય વિશ્વમાં શાંતિ બનાવવી અને વિકાસનો પ્રયાસ કરવો. તેની હેડ ઓફિસ અમેરિકાના ન્યૂયોર્કમાં છે અને મુખ્ય ઓફિસ જિનિવા, નૈરોબી અને વિયેનામાં છે. યુએનમાં વિવિધ કાઉન્સીલો બનેલી છે, જેમ કે, સિક્યોરિટી, ઈકોનોમિક, સોશિયલ અને અન્ય કાઉન્સીલ દ્વારા કાર્ય થાય છે. તેના પ્રમુખ જનરલ સેક્રેટરી હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનની 75મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન કર્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીએ યુએનની કામગીરી અંગે કેટલાક સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, યુએનમાં વ્યાપક સુધારાની જરૂર છે. યુએનની જ્યારે સ્થાપના થઈ ત્યારે તે વખતનો સમય અલગ હતો અને પડકારો પણ અલગ હતા. આજે તે બદલાયા છે. પરિણામે યુએનએ બદલાતા સમયની સાથે તેમાં બદલાવ લાવવાની જરૂરિયાત છે. આ મુદ્દા પર ગંભીર આત્મમંથન કરવાની જરૂર છે. વૈશ્વિક મહામારી કોવિડ-19માં યુએન કયાં..? ભારત 130 કરોડની વસ્તી ધરાવતો લોકશાહી દેશ છે, જેને કાયમી સભ્યપદથી કયા સુધી દૂર રાખવામાં આવશે? આવા સવાલ કરીને વિશ્વના દેશોને વડાપ્રધાને વિચારતા કરી મૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.