અમદાવાદઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ અમદાવાદ બેન્ચ ખાતે કર્મચારી કોરોના પોઝિટિવ આવતા 2 દિવસ માટે સંસ્થાનું કામકાજ બંધ રાખવામાં આવશે.
નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ અમદાવાદ બેન્ચ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, તેમના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ કચેરીનું કામકાજ કરવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન કચેરીને સેનિટાઈઝ કરવામાં આવશે. આ તારીખ દરમિયાન જેટલી પણ મેટર હતી તેને મૂલતવી રાખવા આવી છે.