ETV Bharat / city

Nationalism in India: ભાજપ અને AAPમાંથી રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રવિરોધી પાર્ટી કઈ? - પીએમ મોદી પાકિસ્તાન મુલાકાત

દેશમાં છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રવાદી (Nationalism in India) અને રાષ્ટ્રવિરોધી 2 વિચારધારાઓને લઇને પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે. સાથે જ આ લડાઈ પાર્ટીઓ સુધી સીમિત ન રહેતા નાગરિકોની વચ્ચે પણ જોવા મળે છે. ભાજપ AAPને અને કોંગ્રેસને રાષ્ટ્રવિરોધી કહેતી રહી છે. નેતાઓ આ મુદ્દે એકબીજા પર પ્રહારો કરતા રહ્યા છે.

Nationalism in India
Nationalism in India
author img

By

Published : Apr 7, 2022, 7:53 PM IST

Updated : Apr 7, 2022, 8:13 PM IST

અમદાવાદ: ચૂંટણીઓ નજીક આવતા જ (Gujarat Assembly Election 2022) એક પક્ષના નેતાઓ અને કાર્યકરો બીજા પક્ષમાં જતા હોય છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થાય છે. એકબીજાને નીચા દેખાડવાની હોડમાં પાર્ટીઓ એ પણ ભૂલી જાય છે કે, બીજી પાર્ટીના લોકો પણ આ જ દેશના નાગરિકો છે.

પ્રદીપસિંહ વાઘેલા પોતાની દરેક સ્પીચમાં આમ આદમી પાર્ટીને રાષ્ટ્ર વિરોધી પાર્ટી કહી રહ્યા છે.

રાષ્ટ્રવાદનો મુદ્દો- દેશ છેલ્લા કેટલાક વખતથી રાષ્ટ્રવાદી (Nationalism in India) અને રાષ્ટ્રવિરોધી 2 જૂથમાં વહેંચાયેલો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લોકો કોઈ ઘટનામાં પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા હોય છે. એક પક્ષને માનનારા લોકો રાષ્ટ્રવાદી અને બીજી વિચારધારાને માનનારા લોકો રાષ્ટ્રવિરોધી છે તેવું રાજકીય પાર્ટીના (Political Parties In India) લોકો પણ ખુલ્લેઆમ કહી રહ્યા છે. વિરોધ કરનારાઓને દેશ છોડવાનું પણ કહેવામાં આવે છે.

આમ આદમી પાર્ટી રાષ્ટ્ર વિરોધી?- ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પોતાની દરેક સ્પીચમાં આમ આદમી પાર્ટીને રાષ્ટ્ર વિરોધી (anti-national party in India) પાર્ટી કહી રહ્યા છે. તેના સમર્થનમાં તેઓ જણાવી રહ્યા છે કે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (jawaharlal nehru university)માં ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા તેના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ગયા હતા. આતંકવાદી અફઝલને જ્યારે ફાંસી અપાઈ ત્યારે તેના સમર્થનમાં નારા લગાવનારાઓનું આ પાર્ટીના નેતાઓએ સમર્થન કર્યું હતું. પંજાબમાં ભાગલા પાડીને ખાલિસ્તાન (khalistan movement in india) બનાવવા ઇચ્છતા લોકોને આમ આદમી પાર્ટીના નેતાઓ સમર્થન આપી રહ્યા છે. ખાલિસ્તાનીઓના વિદેશી ફંડથી આમ આદમી પાર્ટી ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ખાલિસ્તાનના વડાપ્રધાન બનવાના સ્વપ્ન જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: BJP Bike Rally In Gujarat: ભાજપ યુવા મોરચાની બાઇક રેલીથી ગુજરાતની અડધો અડધ વિધાનસભા સીટો સાધશે

ભાજપનો નકલી રાષ્ટ્રવાદ- ભાજપના નેતાના આક્ષેપનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, ભાજપે કોઈને દેશભક્તિના સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. ભાજપ પોતાનો ભૂતકાળ અને વર્તમાન જોવે. કંદહાર વિમાનનું અપહરણ (kandahar plane hijack) થયું ત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી. ભાજપના નેતાઓ આતંકીઓને વિમાનમાં બેસાડીને એરપોર્ટ પર ઊતારી આવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનની રચના કરનાર મોહંમદ અલી ઝીણાની કબર પર જઈને ચાદર ચડાવી આવ્યા હતા.

BJPના કાર્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકતો નહોતો- વધુમાં તેમણે કહ્યું કે, વર્તમાન વડાપ્રધાન વગર આમંત્રણે પ્રોટોકોલ તોડીને પાકિસ્તાન (pm modi pakistan visit)ના વડાપ્રધાનની બર્થ ડે પર કેક કાપવા ગયા હતા. 52 વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકતો નહોતો. દેશ વિરોધી પીડીપી પાર્ટી સાથે મળીને ભાજપે કાશ્મીરમાં સરકાર બનાવી હતી. પંજાબમાં પઠાણકોટમાં આતંકી હુમલો (terrorist attack in pathankot) થયો ત્યારે આતંકવાદી એજન્સી ISIને તપાસ કરવાની પરવાનગી આ સરકારે આપી હતી.

આ પણ વાંચો: Attack on Kejriwal's house: ભાજપ મુદ્દાની નહીં પણ હુમલાની રાજનીતિ કરી રહી છે :આપ

ભાજપ પાસે મુદ્દા નથી- AAP પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ તેમ પણ જણાવ્યું હતું કે, ભાજપ પાસે કોઈ મુદ્દા નથી. જો તમને એમ લાગતું હોય કે, દેશમાં આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે તો તમારી સરકાર છે. તમે શા માટે કાર્યવાહી કરતા નથી? ગુજરાતમાં કેટલાય વખતથી સરકારી કોલેજો, શાળાઓ, યુનિવર્સિટી કે હોસ્પિટલ્સ બની નથી. ફક્ત લોકોનું મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા ભાજપ પાકિસ્તાન, કાશ્મીર અને હિન્દુ-મુસ્લિમની વાત કરીને નકલી રાષ્ટ્રવાદ ફેલાવે છે.

ખરેખર દેશમાં કયા મુદ્દાઓ છે?- ભારતમાં અત્યારે વસ્તી વધારો, બેરોજગારી, ભાવવધારો, નીચી માથાદીઠ આવક, નીચુ જીવનધોરણ, કુપોષણ, આરોગ્યની સવલતોનો અભાવ, ભ્રષ્ટાચાર, ગરીબી વગેરે મુદ્દાઓ છે. આને જે પાર્ટી યોગ્ય રીતે સોલ્વ કરે તેને વોટ મળવા જોઈએ, પણ પાર્ટીઓ તે મુદ્દા સિવાય દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.

Last Updated : Apr 7, 2022, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.