અમદાવાદઃ શહેરની આ ઘટના અંગે નારોલ પોલીસે સરકાર તરફે કંપનીના એમડી જ્યોતી ચીરીપાલ, સીઓ દિપક ચીરીપાલ, ઓલ ટાઇમ ડિરેકટર પી કે શર્મા, સર્ટીંગ વિભાગના જનરલ મેનેજર બી સી પટેલ, ડેપ્યુટી જનરલ મેનેજર એચ એમ પટેલ અને ફાયર ઓફિસર રવિકાંત સિન્હા સામે ગુનો નોધી ત્રણની મોડી રાત્રે ધરપકડ કરી હતી. પોલીસે નંદન ડેનિમના આરોપી એમડી જયોતી ચીરીપાલ, સીઓ દિપક સહિતના શખ્સો સામે 304 અને 114 મુજબ ગુનો નોધ્યો હતો.
પીપળજ પીરાણા રોડ પર આવેલી ચીરીપાલ ગૃપની નંદન ડેનીમ કંપનીના શર્ટીંગ વિભાગના ભોયતળીયે અને પ્રથમ માળે આશરે 200 જેટલા કારીગરો કામ કરતા હતા. શનિવારે સાંજે સાડા પાંચ પહેલા પોડક્શન વિભાગની છતમાં આગ લાગી હતી. આગ જોઇને કારીગરો બુમો પાડી બહાર દોડવા લાગ્યા હતા અને પ્રથમ માળે સીડી પાસે જ આગ વધુ પ્રસરી જતાં કારીગરો બહાર નિકળી શક્યા ન હતા. કંપનીના જનરલ મેનેજર જયેન્દ્ર રાજપુતે કંપનીના ફાયર વિભાગને જાણ કરતા તેમણે આગને કાબુમાં કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા પણ આગ રાત્રીના 11 વાગ્યે કાબુમાં આવી હતી, જ્યારે આગ લાગી તે યુનિટમાં કોઇ કામ ન કરતા હોવાનું જણાવ્યું હતું અને આ બેદરકારી બાદ જાણવા મળ્યું હતુ કે આ આગમાં 7 કર્મચારીઓ આગમાં જ ફસાયા હતા અને ભડથૂ થઇ ગયા હતા.