અમદાવાદ-રાજકોટના ગોંડલ પાસે આવેલા ખોડલધામમાં ખોડલધામ ટ્ર્સ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને લેઉઆ પટેલ અતિથિભવન - સોમનાથના હોદ્દેદારો સાથે બેઠક યોજાશે. આ ત્રણે સંસ્થાઓની બેઠક ( Naresh Patel decisive meeting ) પછી નરેશ પટેલ જાહેર માધ્યમોને (Patidar Samaj Meeting ) સંબોધશે અને પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે. શું નિર્ણય ( Naresh Patel decisive meeting on joining politics) લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. છેલ્લા ત્રણ મહિનાથી નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તેની ગેમના પત્તાં ખુલવાની ( Naresh Patel to Join Politics) તૈયારી છે.
સમાજની પસંદગીના નામે રાજકીય મહેચ્છા આગળ કરી - 27 ફેબ્રુઆરીએ પાટીદાર અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી (Khodaldham Trustee Naresh Patel) નરેશ પટેલે રાજકારણમાં પદાર્પણની સત્તાવાર ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે તેમણે કહ્યું કે મારો સમાજ કહેશે તો હું રાજકારણમાં આીશ અને પાટીદાર સમાજ ગામેગામ જઇને સર્વે કરશે તેવી વાત વહેતી મૂકી હતી. તે પછી નરેશ પટેલ રાજકારણમાં જોડાવા અંગે તારીખ પે તારીખ આપી રહ્યાં છે અને કોઇ નિર્ણય લઇ શક્યાં નથી. નરેશ પટેલ રાજકારણની છાશ તો લેવા જવું છે પણ દોણી સંતાડેલી રાખવી છે.
રાજકીય પક્ષોએ બિછાવી છે લાલ જાજમ - ગુજરાત વિધાનસભા ચૂંટણીઓનો પગરવ આ વર્ષના પ્રારંભથી જ સંભળાવા લાગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીઓમાં ટક્કર આપવા આવી રહી છે. ત્યારે ગુજરાતમાં સુખી સમૃદ્ધ મતદાતા વર્ગ એવા પાટીદારોને નારાજ કરવા કોઇને પોસાય એમ નથી તે નરેશ પટેલ સારી રીતે સમજે છે. તેઓ માટે બધાં રાજકીય પક્ષો લાલ જાજમ બિછાવી રહ્યાં છે. તમામ પક્ષો દ્વારા ઉમળકાભેર નરેશ પટેલને પોતાના પક્ષમાં આવકારવા આમંત્રણો પાઠવી દેવાયાં છે. આ બધું છતાં નરેશ પટેલ કોઇ પણ પસંદગીનો કળશ ઢોળવાનું જાહેર કરવામાં વધુ સમય માગી રહ્યાં છે અથવા તો તેમની એકદમ પરફેક્ટ ટાઇમિંગ સાથેની રાજકીય એન્ટ્રીની તકની રાહ જોઇ રહ્યાં છે.
નરેશ પટેલનો વ્યક્તિગત અને સામાજિક માનમરતબો વજનદાર - નરેશ પટેલ સૌરાષ્ટ્રના લેઉવા સમાજમાં મોટું પદ અને કદ ધરાવે છે. પાટીદારોમાં સંપની વાત જાણીતી છે. તેઓ પોતાના નેતા જાહેર કરે તો તેમને સમર્થન આપવામાંથી કોઇ પાટીદાર પાછો પડવાનો નથી. તે જાણતાં રાજકીય પક્ષોના નેતાઓ નરેશ પટેલને અત્યાર સુધીના સમયમાં મળવા ગયાં છે. નરેશ પટેલને છેક ખોડલધામમાં મળવા જઇને આવેલા ભરતસિંહ સોલંકી હોય કે હાર્દિક પટેલ હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે ભાજપના સી આર પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોય-તમામ ટોપમોસ્ટ નેતાઓ સાથે નરેશ પટેલની બેઠકો થઇ ચૂકી છે. તેઓ નવી દિલ્હીમાં કોંગ્રેસના હાઇ કમાન્ડ સાથે પણ મુલાકાતો કરી ચૂક્યાંના અહેવાલો સામે આવ્યાં છે. ત્યારે નરેશ પટેલ સાથેની નેતાઓની મીટિંગો નરેશ પટેલને પોતાના પક્ષ તરફે કરવા માટે શક્ય તમામ સંભાવનાઓ ચકાસવાની કવાયતો જેવી છે. આમ છતાં નરેશ પટેલ શું વિચારે છે તે રાજકીય નેતાઓ પણ જાહેરમાં બતાવી શક્યાં નથી એ દર્શાવે છે કે નરેશ પટેલ રાજકારણમાં પોતાનો દબદબો ઊભો કરી જ ચૂક્યાં છે.
કોંગ્રેસમાં જોડાવા તરફ પહેલેથી કૂણું વલણ - નરેશ પટેલનો આવો માનમરતબો હોય ત્યારે વિધાનસભા ચૂંટણીમાં ઝૂકાવવા માટે કયો પક્ષ તેમને લેવા માટે વિચારવા બેસે? હવેના પૂર્વ કોંગ્રેસી અને પાટીદાર ચહેરો ગણાવાયેલા હાર્દિક પટેલ કોંગ્રેસ હાઇ કમાન્ડથી કે પ્રદેશ એકમના નેતાઓ સામે નારાજ હતાં તેની વાત તેઓ નરેશ પટેલને મળી કહી હતી એવું નરેશ પટેલનો માન છે. તેમનો રાજકીય વિચારધારાનો ઝૂકાવ કોંગ્રેસ તરફી રહ્યો છે ત્યારે કોંગ્રેસમાં જાય તો શું તેઓ આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસના મુખ્યપ્રધાન પદના દાવેદાર તરીકે જોડાશે? પાટીદાર મુખ્યપ્રધાન હોવો જોઇએ તે નરેશ પટેલનું સ્પષ્ટ વલણ બહાર આવેલું છે ત્યારે આમ માનવું ભૂલભરેલું નથી. કોંગ્રેસના જીતવાના ચાન્સીસ નરેશ પટેલને જણાતાં હોય તો વધુ શક્યતા એ જોઇ શકાય કે તેઓ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત આવતીકાલની બેઠક બાદ કરી શકે છે.
આ પણ વાંચોઃ મિત્ર નરેશની સંગાથે આવી કિશોર 'ના' કરશે 'હા'?, 'કોંગ્રેસ' કારણ બન્યું રાજકારણ
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથેની મિત્રતા- પ્રશાંત કિશોરનું કોંગ્રેસમાં જોડાવાનું લગભગ નક્કી થઇ ગયું હતું અન પીકેએ ગુજરાતમાં લોકમાનસનો તાગ લેવા તેમની અભ્યાસુ ટીમો ઉતારી હોવાના અહેવાલો પણ બહાર આવેલાં હતાં. નરેશ પટેલે તે સમયે પ્રશાંત કિશોરને પોતાના મિત્ર ગણાવી તેમની માટે હકારાત્મક પ્રતિભાવ દર્શાવ્યો હતો તે વાત પણ કોંગ્રેસ તરફનો ઝૂકાવ દર્શાવતો હતો. પીકે કોંગ્રેસમાં ન જોડાયાં તેની અસર નરેશ પટેલના નિર્ણય પર પડી શકે છે.
મતદારોનું મન કળી રહ્યાં છે નરેશ પટેલ? - હવે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે આખરે રાજકારણમાં આવું આવું કરતાં નરેશ પટેલ શા માટે સ્પષ્ટ વલણ જાહેર કરવામાં સમય લઇ રહ્યાં છે? અહીં કેટલાક જાણકારો સૂચવે છે કે પાટીદારોનો મોટો વર્ગ હાલમાં પણ ભાજપ સાથે જોડાયેલો હોવાનું નરેશ પટેલ બરાબર જાણે છે. રાજકારણની ચોપાટમાં નબળું પાસું નાંખી દેવાની ભૂલ જમાનાના ખાધેલા નરેશ પટેલ કરે નહીં તે સ્વાભાવિક છે. મતદારોનો અન્ડર કરન્ટ કેવો છે તે જાણવાચકાસવામાં પડેલા નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસની ફેસલેસ ઇમેજ, તેની જૂથબંધી, તેની પ્રજાથી દૂર થઇ ગયેલી નેતાગીરી જેવા મોટા મુદ્દાઓને નજર અંદાજ કરી શકે ખરાં? જો નરેશ પટેલ આ પરિસ્થિતિને ન અવગણે તો હાલના સંજોગોમાં તેઓ કોંગ્રેસ નહીં પણ ભાજપના પલડાંમાં બેસે તેવી શક્યતા મજબૂત બની જાય છે. આવતીકાલની બેઠક તેમને કદાચ આ તરફ નિર્ણય લેવા માટે તૈયાર કરે તેવી શક્યતાઓ પણ રાજકીય નિષ્ણાતો જોઇ રહ્યાં છે.
રાજકીય નિષ્ણાત હરેશ ઝાલાએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું આવતીકાલની બેઠકમાં ( Naresh Patel decisive meeting ) નરેશ પટેલના કેસમાં તારીખ પે તારીખ સિવાય બીજું કંઇ નહીં હોય. પોતે ક્લિયર નથી કે રાજકારણમાં જોડાવું કે નહીં. ત્રણ મહત્ત્વની બાબત છે.એક તો જો નરેશ પટેલ રાજકારણમાં જોડાય તો ખોડલધામના ટ્રસ્ટી પદેથી નીકળી જવું પડે અને ખોડલધામને નુકસાન ન જાય તેનું પણ ધ્યાન રાખવું પડે.ત્રીજું, તેમણે બિઝનેસ એમ્પાયર ઊભું કરેલું છે તેનું શું..આવતીકાલે ગુરુવારે નરેશ પટેલ રાજકારણમાં જોડાવાનો નિર્ણય કરે તો તે આશ્ચર્યજનક હશે પણ મને લાગે છે ત્યાં સુધી તેઓ રાજકારણમાં જોડાશે નહીં અને સમાજસેવામાં જોડાયેલાં રહેશે.
જ્યારે અગ્રણી રાજકીય નિષ્ણાત દિલીપ ગોહિલે ઈટીવી ભારતને જણાવ્યું કે નરેશ પટેલને રાજકારણમાં જોડાવા અંગે આ તેમની છેલ્લી મુદત છે. નિર્ણય લેવામાં તેમણે ખૂબ મોડું કર્યું છે. નેતાગીરી કરવી કે ન કરવી તે અંગે તેઓ ખૂબ અવઢવમાં છે અને મોટો પ્રશ્નાર્થ છે. જો હવે તેઓ મુદત લંબાવશે તો તે ખૂબ ચર્ચાસ્પદ રહેશે. પણ મને લાગે છે કે રાજકારણમાં નહીં જોડાય. કારણ કે એવી ત્રણેક ઘટનાઓ બની છે, એક-પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાયા નથી. બે- હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાં છે અને ત્રીજું નરેશ પટેલ ભાજપના ઘણાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં છે. એટલે તેમના માટે રાજકારણમાં જોડાવું હાલના ( Naresh Patel decisive meeting ) સમયમાં કપરો નિર્ણય છે.