અમદાવાદ LG હોસ્પિટલના પરિસરમાં આવેલી મેટ મેડિકલ કોલેજના નામને (Met Medical College name Controversy) લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ શહેરના મેયરની ભલામણથી મેટ મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. (Narendra Modi Medical College in Ahmedabad)
કોલેજ બહાર પોસ્ટર લગાવ્યા કોર્પોરેશન વિપક્ષ નેતા સહેજાદખાન પઠાણ દ્વારા સવારે મેટ મેડિકલ કોલેજ બહાર સરદાર પટેલ મેડિકલ કોલેજ નામના પોસ્ટર લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. AMC વિપક્ષ નેતા શહેઝાદ પઠાણે જણાવ્યું હતું કે એક વ્યક્તિના નામ કરવાથી તેની સુવિધાઓ સુધારવાની નથી. સારી સુવિધાઓ અને ડોક્ટરોની ભરતી થાય તે જરૂરી છે. પરંતુ ભાજપને તેમાં રસ નથી તેમને માત્ર નામકરણમાં રસ છે. (Narendra Modi Medical College Protest)
ચૂંટણી આવે ત્યારે નામકરણ થાય વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી આવે છે. ત્યારે જ ભારતીય જનતા પાર્ટીમાં નામકરણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. ભારતીય જનતા પાર્ટી માત્ર એક વ્યક્તિને સારું દેખાડવા માટે તેમના નામની કોઈ સંસ્થાનું નામ જોડવામાં આવે છે. ભાજપએ સરદાર પટેલનું નામ બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. (Congress protest Medical College)
સરદાર પટેલ સ્ટેડિયમ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વધુમાં જણાવ્યું હતું કે, દુનિયાને સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરામાં જે સરદાર પટેલના નામે હતું. તે બદલીને પણ ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને નામે કરવામાં આવ્યું છે. સરદાર પટેલએ એવા પુરુષ હતા. જેમણે દેશને એક જૂથ કર્યો હતો તેથી કોંગ્રેસની માંગ છે કે આ મેટ કોલેજનું નામ પણ સરદાર પટેલ મેડિકલ કોલેજ કરવામાં આવે. જો આ માંગ સ્વીકારમાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. Ahmedabad Congress protest, Congress protest Medical College Change