અમદાવાદઃ નડિયાદમાં એક આરોપીએ 6 વર્ષની બાળકી સાથે (Rape with Nadiad Girl) દુષ્કર્મ કર્યું હતું. ત્યારે નડિયાદની કોર્ટે પોક્સો એક્ટ અને આઈપીસીની કલમ હેઠળ ખેડામાં લસુન્દ્રાના જંયતિ ઉર્ફે લંઘા નામના આરોપીને ફાંસીની સજા (Nadiad Rape Accused sentenced to death) ફટકારી હતી. ત્યારે હવે આરોપીની આ સજાના કન્ફર્મેશન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં (Application for confirmation of death sentence in Gujarat HC) આવી છે.
આ પણ વાંચો- PIL in HC: અનુસૂચિત જાતિના લોકોની વાર્ષિક આવક મર્યાદા અંગે HCમાં જાહેરહિતની અરજી
કોર્ટે 14 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી - નડિયાદની કોર્ટે 14 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી 'ઝડપી ટ્રાયલ અને ત્વરિત ન્યાય'ના સૂત્રને સાર્થક કર્યું હતું. જિલ્લાના કઠલાલ પાસેના લસુન્દ્રા ગામમાં 6 વર્ષની બાળકીને લાલચ આપીને 34 વર્ષના આરોપીએ 3 માર્ચે દુષ્કર્મ (Rape with Nadiad Girl) કર્યું હતું. તે સમયે પિતા નોકરી માટે અને માતા મજૂરી કામ માટે બહાર હતી. ત્યારે બાળકીની એકલતાનો લાભ લઇને આરોપીએ દુષ્કર્મ (Rape with Nadiad Girl) કર્યું હતું.
આ પણ વાંચો- Chief Justice of HC : HCના ચીફ જસ્ટિસે 'થ્રી ઇડિયટ' ફિલ્મનો ઉલ્લેખ કરી વકીલોને કરી ટકોર
પીડિતાને વળતર ચૂકવવા આદેશ - આ મામલે નડિયાદની પોકસો કોર્ટે (Nadiad Rape Accused sentenced to death) માત્ર 14 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી હતી. આ ઉપરાંત પીડિતાને પીડિતાને 2 લાખ રૂપિયા ચૂકવવા તથા સરકારને પણ પીડિતાને 7.5 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.
HCમાં ઉનાળા વેકેશન પછી થશે સુનાવણી - ઉલ્લેખનીય છે કે, નીચલી કોર્ટે ફાંસીની સજા યથાવત્ રાખવા હાઈકોર્ટનું કનફર્મેશન જરૂરી હોવાથી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે કોર્ટે સરકાર તેમ જ આરોપીને નોટિસ ઈશ્યુ (Rape with Nadiad Girl) કરી છે. આ બાબતે વધુ સુનાવણી ઉનાળુ વેકેશન બાદ હાથ ધરાશે.