- આર.એસ.એસના રાષ્ટ્રીય કારોબારી રામ માધવ સુરતની મુલાકાતે
- 'ધી હિંદુત્વ પેરાડિયમ' પુસ્તક વિમોચન માટે રામ માધવે ઑરો યુનિવર્સિટી કાર્યક્રમમાં હાજરી આપી
- રેડિકલ ઇસ્લામ ખતરામાં હોઈ શકે પરંતું મુસ્લિમ અમારા શત્રુ નથી : રામ માધવ
સુરત : આર.એસ.એસના રાષ્ટ્રીય કારોબારી રામ માધવ સુરતની મુલાકાતે હતા.'ધી હિંદુત્વ પેરાડિયમ' (The hindutva pyramid) પુસ્તક વિમોચન માટે તેઓ ઑરો યુનિવર્સિટી (Auro university)માં એક કાર્યક્રમ ખાતે ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે "હિન્દુ માટે કોઈ શત્રુ નથી રેડિકલ ઇસ્લામ ખતરામાં હોઈ શકે પરંતું મુસ્લિમ અમારા શત્રુ નથી. ધર્માંતરણ (conversion)નો મુદ્દો હોઈ શકે પરંતુ દરેક ખ્રિસ્તિ અમારા દુશ્મન નથી." સાથે તેઓએ પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના 300 કરોડ રૂપિયાના લાંચ આરોપનું ખંડન કર્યું હતું.
આ પણ વાંચો : 'અંબાણી' અને 'RSSના વ્યક્તિ'ની ફાઇલો મંજૂર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચ ઓફર આવી હતી : મલિક
હિન્દુ માટે મુસ્લિમ અને ખ્રિસ્તી દુશ્મન નથી: રામ માધવ
આ કાર્યક્રમમાં કાશ્મીરની હાલની પરિસ્થિતિને લઇ તેઓએ જણાવ્યું હતું કે, 30 વર્ષમાં કશ્મીરમાં 26000 પોલીસવાળા મર્યા છે. આપણે આ વિચારતાં નથી? 2-3 વર્ષમાં કાશ્મીરમાં પરિવર્તન આવ્યું છે, ધારણા બદલાઈ છે, નશાખોર, અસામાજિક તત્વોને લોભ આપી હુમલા કરાવવામાં આવે છે. ત્રીસ વર્ષ પહેલાં જે કાશ્મીરી પંડિતો વિસ્થાપિત થઈ ગયા હતા તેમને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે આશરે 3000 કાશ્મીરી પંડિતોને નોકરી આપવામાં આવી છે. બે-ત્રણ વર્ષથી જે પરિસ્થિતિમાં સુધારો થયો છે તેના કારણે આતંકીઓ અને તેમના પાકિસ્તાનમાં બેસેલા આકાઓ બોખલાઈ ગયા છે..
ભારતની હાલ પરિસ્થિતિ મુજબ સંવિધાન માટે વિચારવું જોઇએ
બાંગ્લાદેશમાં થયેલી હિંસા અંગે તેઓએ જણાવ્યું હતું કે,બાંગ્લાદેશમાં હિંસા બાદ વિપક્ષ કહે છે CAAને અમલમાં શા માટે નહીં મુકતા, અગાઉ વિરોધ કરતા હતા. બાંગ્લાદેશની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મૌન પણ ખૂબ જ ડિપ્લોમેટિક જવાબ હોય છે. સરકાર મૌન લાગે છે પણ બાંગલાદેશ સરકાર સમજે છે. ત્યાં આવનાર દિવસોમાં ચૂંટણી છે આ જ કારણ છે કે આવી હિંસા થાય છે. અમારી સરકાર કામ કરે છે. ભારતની હાલ પરિસ્થિતિ મુજબ સંવિધાન માટે વિચારવું જોઇએ.. જોકે તેઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે આનામતમાં સરકારએ કીધું છે કે કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.