10 દિવસ ચાલનારા આ મહોત્સવમાં ભગવાન ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને તે પછી સરઘસ કાઢીને નદી કે તળાવમાં પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવતું હોય છે. જેમાં કોર્ટના આદેશ મુજબ પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુસર પોલીસ કમિશ્નર દ્વારા જરૂર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે.
જેમાં નદી તળાવ સહિત કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યાએ તથા વેચાણ માટે મૂર્તિઓ રાખે છે તે જગ્યાની આજુબાજુમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવા કે કોઈ પણ મૂર્તિ રોડ પર જાહેરમાં ખુલ્લી જગ્યાએ રાખવા અને વધેલી મુર્તિઓ તથા ખંડિત મૂર્તિઓ અને બિનવારસી હાલતમાં મુકવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આપ્યો છે.