ETV Bharat / city

Multimedia Show In Ahmedabad: અમદાવાદમાં 23 અને 24  માર્ચે શહીદ દિવસ નિમિત્તે મલ્ટીમીડિયા શો યોજાશે

અમદાવાદમાં 23 અને 24 માર્ચના રોજ શહીદ દિવસ નિમિત્તે મલ્ટીમીડિયા શૉ (Multimedia Show In Ahmedabad) યોજાશે. ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસે આ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ અને નિકોલ ખાતે યોજાશે. સાઇરામ દવેએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ છેલ્લા 12 વર્ષથી યોજવામાં આવે છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં આ કાર્યક્રમ યોજાશે.

Multimedia Show In Ahmedabad: અમદાવાદમાં 23 અને 24  માર્ચે શહીદ દિવસ નિમિત્તે મલ્ટીમીડિયા શો યોજાશે
Multimedia Show In Ahmedabad: અમદાવાદમાં 23 અને 24  માર્ચે શહીદ દિવસ નિમિત્તે મલ્ટીમીડિયા શો યોજાશે
author img

By

Published : Mar 19, 2022, 4:25 PM IST

અમદાવાદ: અમદાવાદમાં 23 અને 24 માર્ચે શહીદ દિવસ (Multimedia Show In Ahmedabad) નિમિત્તે વીરાંજલી કાર્યક્રમ નિમિત્તે મલ્ટીમીડિયા શો યોજાશે. 23 માર્ચ એટલે વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતનો દિવસ અર્થાત શહીદ દિન (martyrs' day in india). 23 માર્ચે મા ભારતીના આ ત્રણેય સપૂતોને ફાંસી આપવામાં આવી હતી. શહીદોને વીરાંજલી આપતો કાર્યક્રમ કર્ણાવતી ક્લબ (karnavati club ahmedabad job) અને નિકોલ ખાતે યોજાશે.

શહીદોને વીરાંજલી આપતો કાર્યક્રમ કર્ણાવતી ક્લબ અને નિકોલ ખાતે યોજાશે.

ક્રાંતિવીરોની શૂરવીર ગાથાઓને રજૂ કરવામાં આવશે- આ કાર્યક્રમને રૂપરેખા આપતા પ્રદીપ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વીરાંજલી સમિતિ દ્વારા છેલ્લા 12 વર્ષથી દેશભક્તિની આ અમર કથાઓ રજૂ (veeranjali program in ahmedabad) કરવામાં આવે છે. આ વર્ષે 23 અને 24 માર્ચે અમદાવાદમાં અનોખા મલ્ટીમીડિયા શો દ્વારા વતનના વિસરાયેલા વીરોને વીરાંજલી આપવામાં આવશે. આ મલ્ટીમીડિયા શોમાં ડાન્સ અને ડ્રામા સાથેનો દેશભક્તિનો ગુજરાતમાં સર્વપ્રથમ મલ્ટીમીડિયા શો (first multimedia show in Gujarat) થવા જઇ રહ્યો છે, જેમાં ક્રાંતિવીરોની શૂરવીર ગાથાઓને રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: વીર જવાનોના સન્માન અર્થે પાટણમાં યોજાઈ રન ફોર રક્ષક દોડ

12 વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે- આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન અને બીજા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સાથે-સાથે અમદાવાદ શહેરના યુવા અને શહેરના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન પ્રખ્યાત હાસ્ય કલાકાર એવા સાઇરામ દવે (sairam dave gujarati Comedian)દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે કાર્યક્રમની ઊંડાણપૂર્વક વિગત આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: પોલીસ હેડક્વાટર ખાતેે શહીદ દિવસ યોજાયો

ગુજરાતના અલગ અલગ શહેરોમાં યોજાશે આ કાર્યક્રમ- વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષે કંઈક અલગ કરવું હતું જેનાથી મલ્ટીમીડિયા શો થકી લોકોના હૃદયમાં ક્રાંતિની એક અલગ જ જ્વાળા ઊઠી જશે એવો કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં પણ યોજાશે જેમાં રાજકોટ, કચ્છ, વડોદરા, સુરત, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા અને આણંદ જેવા શહેરોનો સમાવેશ થાય છે. એપ્રિલ મહિના સુધી આ કાર્યક્રમો યોજવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.