ETV Bharat / city

SAC અને NFSU વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે સમજૂતી કરાર થયા - National Forensic Science University

ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(National Forensic Science University) અને નવી દિલ્હીની સ્પેસ એપ્લિકેશન સેન્ટર(Space Application Center) વચ્ચે MOU થયા છે, બન્ને વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે સમજૂતી(MoU for academic and research collaboration) થઈ છે.

SAC અને NFSU વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે સમજૂતી કરાર થયા

author img

By

Published : Jan 4, 2022, 8:41 PM IST

ગાંધીનગર : શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટેના(MoU for academic and research collaboration) સમાન લક્ષ્યોને હાંસલ કરવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Science University) અને સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (Space Application Center) નવી દિલ્હી વચ્ચે સમજૂતી કરાર (MoU) થયા છે. ડૉ. જે.એમ. વ્યાસ (કુલપતિ), નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને શ્રી નિલેશ એમ. દેસાઈ, (ડિરેક્ટર) સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) એ MOU પર હસ્તાક્ષર કર્યા હતા.

રીજનલ સેન્ટર અને ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપવામાં SAC મદદ કરશે

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, આ બંને સંસ્થાઓ શિક્ષણ અનુસંધાન સહિતના કાર્યોમાં પરસ્પર સહયોગ આપશે અને સાથે મળીને કાર્ય કરશે. આ શૈક્ષણિક સહયોગ-સમજૂતી કરાર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વૈજ્ઞાનિકોના અનુસંધાન તથા નવીન કાર્યોના પ્રારંભમાં મદદરૂપ સાબિત થશે, ખાસ કરીને NFSU ખાતે “રીજનલ સેન્ટર અને ઈન્ક્યુબેશન સેન્ટર” સ્થાપવામાં SAC ટેકનિકલ સહયોગ આપશે, સાથે જ સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટમાં પણ પરસ્પર સહયોગ પુરો પાડશે.

વિવિધ વિષયોમાં દ્વિપક્ષીય સહકાર

NFSUના કેમ્પસ ડિરેક્ટર પ્રો. ડૉ. એસ.ઓ. જુનારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક, તાલીમ, સંશોધન અને વિકાસ અને કન્સલ્ટન્સી સહિતની વિગતવાર રજૂઆત સાથે તેની ક્ષમતાઓ વિશે માહિતી આપી હતી. નિલેશ એમ. દેસાઈ, ડિરેક્ટર, સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) એ પરસ્પર હિતના વિવિધ વિષયોમાં દ્વિપક્ષીય સહકાર વિશે ચર્ચા કરી. તેઓ વિશ્વની પ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન સહિતની પ્રવૃત્તિઓથી ખૂબ પ્રભાવિત થયા હતા.

અગ્રણી અને મહેમાનોની હાજરીમાં MOU થયા

આ સમજૂતી કરાર દરમિયાન NFSUના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી. ડી. જાડેજા, સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક, NFSUના ડીન પ્રો. ડૉ. નવીનકુમાર ચૌધરી, સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ, NFSUના ડીન પ્રો. (ડૉ.) પૂર્વી પોખરીયાલ, સ્કૂલ ઓફ પોલીસ સાયન્સ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ, NFSUના ડીન એર કોમોડોર કેદાર આર. ઠાકર, NFSUના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ભાર્ગવ પટેલ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : NFSU MoU 2021: GNLU સહિત 3 કાયદાકીય સંસ્થાઓએ NFSU સાથે સમજૂતી કરાર કર્યા

આ પણ વાંચો : VGGS 2022 MOU In Dubai : વાયબ્રન્ટ સમિટ પૂર્વે દુબઇમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં 19 MOU થયાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.