અમદાવાદ : બે દીકરાની માતા હોવા છતાં પણ જીવનનિર્વાહ માટે થઈને ભરણપોષણ માગતો (Mother Son Case) એક વિચિત્ર કિસ્સો ગુજરાત હાઇકોર્ટ (Woman demands for Alimony) સમક્ષ આવ્યો છે. બે પુત્રો હોવા છતાં પણ માતાને પોતાના જીવન ગુજરાન માટે થઈને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. માતાએ આ બાબતે રાજકોટની પ્રાંત ઓફિસરમાં અરજી કરી હતી. તો બીજી તરફ આ વાતને પડકારતા (Mother Son Case In Rajkot) માતા સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
શું છે સમગ્ર કિસ્સો - સમગ્ર ઘટના ક્રમ પર નજર ફેરવીએ તો, રાજકોટમાં રહેતા બે દીકરા અને માતા વચ્ચે અણબનાવ બનતા દીકરો માતાને સાથે રાખવા તૈયાર ન હતો. જેને લઇને માતાની આજીવિકા માટે થઈને ઘણું બધું સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેને લઈને માતાએ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સીનીયર સિટીઝન એક્ટ હેઠળ વળતર મેળવવા માટે રાજકોટની પ્રાંત ઓફિસરમાં અરજી કરી હતી. માતાએ અરજીમાં રજૂઆત કરી હતી કે, મારો એક દીકરો અલગ રહે છે અને જ્યારે મારો બીજો દીકરો એના જ પૈતૃક ઘરમાં પહેલા માળે રહે છે. તેમ છતાં પણ મને મારો દીકરો એની સાથે રાખતો નથી અને ઘરમાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપે છે. જોકે, મને મારા બીજા દીકરાથી કોઈ ફરિયાદ નથી.
માતા સામે પુત્ર - પોતાની થયેલી આ અરજી બાદ અધિકારીએ મહિલાના જ મકાનમાં રહેતા પુત્રને મકાન ખાલી કરવા માટે અને માતાને દર મહિને પાંચ હજાર ભરણપોષણ (Woman demands for Alimony) ચૂકવવા માટે હુકમ કર્યો હતો. આ હુકમને રાજકોટ જિલ્લા કલેક્ટરે યથાવત રાખ્યો હતો. પરંતુ, કલેકટરના હુકમ સામે પડકારતા (Alimony Case Law) પુત્રએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સમગ્ર મામલે પુત્રના વકીલની હાઈકોર્ટમાં (Son Reached HC against Mother) રજૂઆત હતી કે, દીકરો તેની માતાને સાથે રાખવા માટે તૈયાર છે. પરંતુ, માતા જ તેના પરિવાર સાથે રહેવા માંગતી નથી. એટલું જ નહીં, પુત્ર દ્વારા તેની માતાને પણ કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી રહી નથી. તેથી અધિકારીનો જે ઘર ખાલી કરવાનો હુકમ છે તેને રદ્દ કરવામાં આવે.
આ પણ વાંચો : Vadodara Sokhda Controversy: વડોદરા હરિધામ સોખડાનો ગાદી વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ
માતાને કોર્ટની રાહત - સાથે એમ પણ રજૂઆત કરી હતી કે, પુત્ર એસી રીપેરીંગ કામ કરે છે અને મહિને 8000 રૂપિયા કમાય છે. આવા સંજોગોમાં તે માતાને ભરણપોષણ (Woman demands for Alimony) ચૂકવવા માટે સક્ષમ નથી અને તેમના અસલી ઉપર પણ તેમની પત્ની અને તેમની દીકરીની જવાબદારી છે. તેથી કલેકટરના હુકમને રદ કરવામાં આવે એવી તેમણે ગુજરાત હાઇકોર્ટમાં માંગ કરી હતી. આ સમગ્ર મામલે હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ આદેશ કર્યો (Gujarat HC ordered to pay Alimony to mother) છે કે, જો પુત્રએ ઘર ખાલી ના કરવું હોય તો માતાના બેંકના ખાતામાં 25000 જમા કરાવવા આદેશ કોર્ટે કર્યો છે. સાથે સાથે અધિકારીના હુકમને પણ કોર્ટે રદ કર્યો નથી. હાઈકોર્ટે માતા અને પુત્ર વચ્ચેના આ વિવાદના ઉકેલ માટે આ કેસને રાજકોટ જિલ્લા કોર્ટના મધ્યસ્થી કેન્દ્રના મોકલી આપવા માટે આદેશ (Gujarat HC ordered to pay Alimony to mother) કર્યો છે. માતાની તરફેણમાં આ આદેશ કરીને માતાને એક મોટી રાહત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે.