અમદાવાદઃ અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશન હસ્તકની એસવીપી હોસ્પિટલમાં સરકારી અખડાનંદ આયુર્વેદિક કોલેજની ટીમને કોરોનાગ્રસ્ત દર્દીઓની આયુર્વેદિક સારવાર માટે નિમણૂંક કરવામાં આવી છે. કોલેજના પંચકર્મ વિભાગના પ્રોફેસર વૈધ રામ શુક્લાની આગેવાનીમાં આ ટીમ 114 દિવસથી સતત કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા સેવા કરી રહી છે. દરરોજ ટીમ પોતાની કોલેજથી વહેલી સવારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જાતે જ ઉકાળા તૈયાર કરીને હોસ્પિટલમાં વિતરણ કરવા લઇને આવે છે.
SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ - Immunity Power
કોરોનાએ માનવીને ખાસ કરીને યુવા પેઢીને બાહ્ય શારીરિક દેખાવ કરવા કરતા આંતરિક સુદ્રઢતા,આંતરિક શારીરિક મજબૂતી માટે પ્રેર્યાં છે.કોરોનાની પરિસ્થિતિ વચ્ચે ઘેરઘેર, શેરીએ-શેરીએ, શહેરો અને ગામડાંઓમાં, કોર્પોરેટ ઓફિસમાં એક પીણાનું સેવન અને ચલણ વધ્યું છે તે છે ઉકાળા. આર્યુવેદિક ઉકાળા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શક્તિવર્ધક સાબિત થયાં છે.કોરોનાની પરિસ્થિતીમાં ભાગ્યે જ કોઇ ભારતીય હશે કે જેણે ઉકાળાનું સેવન કર્યુ ન હોય.