અમદાવાદ: શહેરના વાડજ વિસ્તાર (Ahmedabad Vadaj Molestation Case)માં ઘોરણ 9માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ કરીને 2 યુવકોએ ન કરવાનું કામ (Molestation Case In Ahmedabad) કરતા ફરિયાદ નોંધાઈ છે. શાળાથી પરત ફરતી વખતે સગીરાને રસ્તામાંથી જબરદસ્તી બાઈક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ છેડતી કરતા સગીરા (Girls Safety In Ahmedabad)ની માતાએ ફરિયાદ નોંધાવી છે.
સગીરાનું અપહરણ કરીને અવાવરું જગ્યાએ લઈ ગયા
પોલીસ સકંજામાં રહેલા આરોપીઓનાં નામ અશોક ડાભાણી અને અમિત પરમાર છે. આ બંને આરોપીઓની વાડજ પોલીસે (Ahmedabad Vadaj Police) સગીરાના અપહરણ અને પોક્સોના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે એક સગીરાનું અપહરણ કરીને અજાણી જગ્યા પર લઈ જઈ મોઢા પર ચુંબન કરીને રિક્ષામાં બેસાડી દીધી હતી. સગીરાએ તેના માતાપિતાને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
આ પણ વાંચો: ઈસનપુરમાં 4 વર્ષની બાળકીની છેડતી કરનારો આરોપી ઝડપાયો
બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી
સગીરાએ સ્કૂલમાં કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો હોવાનું જણાવી સાંજના સમયે શાળાએ જવાનું કહ્યું હતું. જેથી સગીરાના પિતા સાંજના સમયે તેને સ્કૂલમાં મુકવા ગયા હતા. ત્યારબાદ તેઓ મજૂરી કામે જતા રહ્યા હતા. સાંજના સમયે ફરિયાદી મહિલા ઘરે આવતા દીકરી ન હોવાથી (Women's Safety In Ahmedabad) આસપાસમાં તપાસ કરી હતી. જો કે સગીરા મળી આવી નહોતી. મોડી રાત્રે જ્યારે તે ઘરે પરત આવી ત્યારે સગીરાએ માતાને અને પરિવારજનોને જણાવ્યું હતું કે, શાળાથી તે પરત ફરી રહી હતી ત્યારે અશોક અને તેની સાથેના એક યુવકે બળજબરીથી પકડી બાઈક પર બેસાડી હતી.સગીરાએ બૂમાબૂમ કરવાની કોશીશ કરતા તેનું મોઢું દબાવી દીધું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં પાડોશીએ કરી યુવતીની છેડતી, પોલીસે કરી ધરપકડ
સગીરાએ રડવાનું શરૂ કરતા રિક્ષામાં બેસાડી
બન્ને યુવકો સગીરાને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં આરોપી અશોકે સગીરાને ચુંબન (girl harassment in ahmedabad) કરવાનું શરૂ કર્યું હતું. સગીરાએ ઘરે જવું છે કહીને રડવાનું શરૂ કરતા આરોપી અશોકે તેને રિક્ષામાં બેસાડી રિક્ષાચાલકને સગીરાને પલક ત્રણ રસ્તા પાસે ઉતારી દેવાનું જણાવ્યું હતું. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.