ETV Bharat / city

Mohmad Rafi Birth Anniversary 2021: 50 વર્ષથી મોહમ્મદ રફીના ગીત ગાઈને સાધના કરતા અમદાવાદના દિવ્યાંગ કલાકાર સાથે રૂબરૂ મુલાકાત

દેશના મહાન ગાયક મોહમ્મદ રફીના અવાજથી કદાચ જ કોઈ વ્યક્તિ અજાણ હશે. આજે (24 ડિસેમ્બરે) આ મહાન ગાયક મોહમ્મદ રફીની 97મી જન્મજયંતિ (Mohd Rafi Birth Anniversary 2021) છે. ત્યારે અમદાવાદમાં 50 વર્ષથી મોહમ્મદ રફીના ગીતો ગાઈને સંગીતની સાધના કરતા બંકીમ પાઠક (Mohammad Rafi Bankim Pathak from Ahmedabad) સાથે ETV Bharatની ટીમે રૂબરૂ મુલાકાત (Rubaru interview with Ahmedabad Disabled artist) કરી હતી. તે દરમિયાન તેમણે પોતાના અનુભવ શેર કર્યા હતા.

Mohmad Rafi Birth Anniversary 2021
Mohmad Rafi Birth Anniversary 2021
author img

By

Published : Dec 24, 2021, 10:02 AM IST

અમદાવાદઃ દેશના મહાન ગાયક અને દરેક વ્યક્તિના દિલ પર રાજ કરનારા, પોતાની અવાજથી લોકોને પોતાની તરફ આકર્ષનારા એવા ગાયક મોહમ્મદ રફીની આજે (24 ડિસેમ્બરે) 97મી જન્મજયંતિ (Mohd Rafi Birth Anniversary 2021) છે. ત્યારે અમદાવાદમાં 50 વર્ષથી બંકીમ પાઠક મોહમ્મદ રફીના ગીતો (Mohammad Rafi Bankim Pathak from Ahmedabad ) ગાઈને સંગીતની સાધના કરી રહ્યા છે. તેમણે ETV Bharatની ટીમને રૂબરૂ મુલાકાત (Rubaru interview with Ahmedabad Disabled artist) દરમિયાન પોતાના અનુભવ શેર કર્યા હતા. આપને જણાવી દઈએ કે, મોહમ્મદ રફીનો જન્મ પંજાબમાં થયો હતો. વર્ષ 1980માં તેમનું નિધન થયું હતું, પરંતુ આજે તેમના ગીતો લોકહૃદયમાં રાજ કરે છે. અમદાવાદમાં રહેતા દિવ્યાંગ બંકિમ પાઠક છેલ્લા 50 વર્ષથી મોહમ્મદ રફીના ગીતો ગાઈને સંગીતની આરાધના કરી રહ્યા છે. તેમણે દેશવિદેશમાં અનેક શૉ કર્યા છે. એટલું જ નહીં, તેમને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ મળ્યો છે.

Mohmad Rafi Birth Anniversary 2021

24 ડિસેમ્બરે વિખ્યાત ગાયક સ્વર્ગસ્થ મોહમ્મદ રફીનો 97મો જન્મદિન (Mohd Rafi Birth Anniversary 2021) છે. તેમનો જન્મ વર્ષ 1924માં પંજાબમાં થયો હતો. 1980માં તેઓ આ ફાની દુનિયાને અલવિદા કહી હતી, પરંતુ આજે તેમના ગીતો લોકહૃદયમાં વસે છે. અમદાવાદમાં રહેતા દિવ્યાંગ બંકિમ પાઠક છેલ્લા 50 વર્ષથી મોહમ્મદ રફીના ગીતો ગાઈને સંગીતની આરાધના કરી રહ્યા છે. તેમણે દેશ-વિદેશમાં અનેક શો કર્યા છે. એટલું જ નહીં પરંતુ તેમને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ મળ્યો છે. તેમણે મોહમ્મદ રફીના જન્મદિને ખાસ વાત (Rubaru interview with Ahmedabad Disabled artist) કરી હતી.

પ્રશ્નઃ મોહમ્મદ રફીના જ ગીતો કેમ?

જવાબઃ મોહમ્મદ રફી સાહેબ સંગીતના બાદશાહ છે. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તાનસેન છે. તેઓ સંગીતની યુનિવર્સિટી (Mohammed Rafi Music University) છે. તેમણે ગઝલ, ઠુમરી, ભજન, વીરહ, પ્રેમ, દોસ્તી, દુશ્મની પ્રેમ, રોમાન્સ એમ બધા જ પ્રકારના ગીતો ગાયા છે. વર્ષ 1969માં મેં ગીત ગાવાની શરૂઆત કરી. પહેલું ગીત રફી સાહેબનું ગાયું. હું રફી સાહેબના જ ગીતો ગાઉં છું, પરંતુ બધાના ગીતો સાંભળું છું.

પ્રશ્નઃ મોહમ્મદ રફીના ગીતો સાથે આપ કેવી રીતે જોડાયા?

જવાબઃ યુવાન વયે હું ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો, ત્યારે ટેલેન્ટ શૉમાં પહેલા કિશોર કુમારનું ગીત ગાયું હતું, પરંતુ એન્યુઅલ ફંક્શનમાં રફી સાહેબનું 'તીસરી મંઝીલ' ફિલ્મનું ગીત ગાયું. મારા એક મિત્રએ મારો અવાજ રેકોર્ડ કર્યો અને તેણે કહ્યું કે, તારો અવાજ રફી સાહેબ સાથે વધુ મળતો આવે છે. દોસ્તોનું સજેશન હતું કે, હું રફીના ગીતો ગાઉ, પરંતુ મેં રફીને ગાયા કરતાં વધુ સાંભળ્યા છે. તેમના ગીતોમાં ફીલિંગ્સ, ક્યાં મોડ લેવો, કયા શબ્દોમાં વજન મૂકવુ વગેરે વસ્તુઓ પરફેક્ટ હોય છે.

પ્રશ્નઃ આપે આજ સુધી ક્યાં-ક્યાં શો કર્યા છે?

જવાબઃ 1969-80 સુધી મેં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ બેંગ્લોર, દિલ્હી વગેરે જગ્યાએ શૉ કર્યા છે. વર્ષ 1981માં હું લંડન ગયો અને યુકેમાં 10 શો કર્યા. ત્યારબાદ દસથી પંદર વખત હું લંદન જઈ આવ્યો છું. અમેરિકા, કેનેડા, વેસ્ટ ઈન્ડિઝ, ઇંગ્લેન્ડ, આફ્રિકા વિશ્વમાં લગભગ બધે જ શો કર્યા છે. ફક્ત ચીન, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનમાં શૉ કર્યા નથી. વેસ્ટ ઈન્ડીઝમાં તો 24 કલાક ચાલતું એક રેડિયો સ્ટેશન છે, જ્યાં ભારતના જુના ગીતો વાગે છે.

પ્રશ્નઃ કયા-કયા મોટા કલાકારો સાથે આપે શો કર્યા છે?

જવાબઃ મેં દિલીપકુમાર અને દેવઆનંદ સાથે શૉ કરેલ છે. કિશોર કુમાર સાથે યુકેમાં શો કર્યો હતો. મહેન્દ્ર કપૂર સાથે શૉ કર્યો છે. મારા પ્રોગ્રામમાં ધર્મેન્દ્ર અને જિતેન્દ્ર પણ આવ્યા હતા. કલ્યાણજી-આણંદજી નાઈટ પ્રોગ્રામમાં પણ મેં શૉ કર્યા છે. મારા શૉમાં લક્ષ્મીજી પણ આવેલ. હું શંકર-જયકિશનને મળવા ગયો હતો. લોકોએ મને અપનાવ્યો છે.

પ્રશ્નઃ ક્યારેય મોહમ્મદ રફીને મળવાનું થયું હોય કે વાત થઈ હોય ?

જવાબઃ વર્ષ 1960ના દાયકામાં અમદાવાદ પોલીસ સ્ટેડિયમ ખાતે શંકર-જયકિશન નાઈટ હતી. ત્યારે મોહમ્મદ રફી અને આશા દી અમદાવાદ આવ્યા હતા. ત્યારે હું તેર-ચૌદ વર્ષનો હતો. સ્ટેડિયમમાં સવારે મોહમ્મદ રફી સંગીતની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યાં હું ગયો અને તેમના પગે પડ્યો હતો. મેં તેમને કહ્યું કે, મને તમારો અવાજ પસંદ છે. હું આપના ગીતો સ્કૂલમાં ગાઉં છું. ત્યારે મોહમ્મદ રફીએ મને કહ્યું કે, અવાજ ઈશ્વરે આપેલી અણમોલ ભેટ છે તેને વહેંચતા રહેવું જોઈએ.

પ્રશ્નઃ મોહમ્મદ રફીના જન્મદિન અને પુણ્યતિથિ આપ કેવી રીતે ઉજવો છો?

જવાબઃ આ બે દિવસ હું જે પણ શો કરું છું. તેની આવક દિવ્યાંગો માટેની ચેરિટીમાં જાય છે.

પ્રશ્નઃ આપને એવોર્ડ પણ મળ્યા છે?

જવાબઃ વર્ષ 1981માં દિવ્યાંગ વર્ષ જાહેર કરવામાં આવ્યુ હતું. જે કાંઈ મને મળ્યું છે, તે લોકોએ આપ્યું છે. જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા, ત્યારે મેં તેમની સામે બંકિમ પાઠક ફાઉન્ડેશન શરૂ કરવાની વાત કરી હતી, તે સાકાર કરી છે. મેં 05 હજારથી વધુ શો કર્યા છે. ભારત સરકારે તેને માન આપીને મને રાષ્ટ્રપતિના હસ્તે 2020 માં એવોર્ડ આપવામાં આવેલ છે. હું દિવ્યાંગ હોવાથી રાષ્ટ્રપતિએ મને બે સ્ટેપ નીચે મારી પાસે આવીને એવોર્ડ આપ્યો હતો, મારા માટે સૌથી મોટું સન્માન હતું.

આ પણ વાંચો- Exclusive Interview Neelam Panchal: આવો જાણીએ એક પ્રસિદ્ધ અભિનેત્રીની 18 વર્ષની એક્ટિંગની સફર વિશે...

આ પણ વાંચો- ગગનયાનમાં ક્રાયોજેનિક ટેકનોલોજી બનાવનાર ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એન.કે.ગુપ્તા સાથે ETV Bharatનું રૂબરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.