- ગુજરાત ATS અને indian coast guard નું સંયુક્ત ઓપરેશન
- ભારતીય જળ સીમામાંથી 250 કરોડનું ડ્રગ્સ જપ્ત
- હેરોઇન સાથે 7 ઈરાની નાગરિકોની ધરપકડ
અમદાવાદ: ગુજરાત ATS અને indian coast guard દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય જળ સીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપી પાડ્યું છે. ગુજરાત ATS ને ચોક્કસ બાતમી મળી હતી કે, મોટી માત્રામાં ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું છે. જે માહિતીના આધારે ગુજરાત ATS ની એક ટીમ સક્રિય થઇ હતી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ યુનિટને સાથે રાખી સંયુક્ત ઓપરેશન બનાવવામાં આવ્યું હતું. જેના આધારે ભારતીય જળ સીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપી પાડ્યું છે અને હેરોઇન સાથે સાત ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ભારતીય જળ સીમામાં હેરોઇનની હેરાફેરી મામલે ગુજરાતી ATS એ હેરોઇનની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.
ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ યુનિટનું સંયુક્ત ઓપરેશન
ગુજરાત ATS અને indian coast guard દ્વારા ઝડપેલા હેરોઈનની કિંમત કરોડોમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ પ્રકારના ડ્રગ્સની કિંમત અંદાજીત 250 કરોડ હોવાનું જણાઈ રહ્યું છે. અગાઉ ભારતીય જળ સીમામાં ગેરકાયદેસર ઘૂસાડવામાં આ ષડયંત્રનો ગુજરાત ATS દ્વારા અનેક વખત કરવામાં આવ્યો છે. હવે બધુ 50 કિલો હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે.
50 કિલો હેરોઇન સાથે 7 ઈરાની નાગરિકોની ધરપકડ
ઉલ્લેખનીય બાબત છે કે, થોડા દિવસ અગાઉ પણ કચ્છના મુન્દ્રા બંદર પરથી સંદિગ્ધ એવા કન્ટેનર્સની તપાસ કરતાં માદક પદાર્થોનું જંગી જથ્થો ઝડપાયો હતો. જેમાં ત્રણ હજાર કરોડથી વધુનો ડ્રગ્સ હોવાનો પર્દાફાશ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. મુન્દ્રા બંદર માદક પદાર્થોની હેરાફેરી કરવાની બાતમી મળતા ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની તપાસ હાથ ધરી હતી. જેમાં મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રવિવારે વધુ 50 કિલો હેરોઇન સાથે સાત જેટલા ઈરાની નાગરિકોની ધરપકડ કરાતા સમગ્ર મામલે ગુજરાત ATS એ પણ તપાસનો ધમધમાટ વધાર્યો છે.