ETV Bharat / city

અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ, પરંતુ પ્રવાસીઓની સંખ્યા નહિવત - અનલૉક4

અમદાવાદમાં ફરી એક વખત મેટ્રો સેવા શરૂ થઈ છે. કોરોનાકાળ વચ્ચે શરૂ થયેલી મેટ્રો સેવાને લઈને તંત્રએ વિશેષ તૈયારી કરી છે. ઉલ્લેખનીય છે કે ,મેટ્રો સ્ટેશનને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મેટ્રોમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આજથી મેટ્રો ટ્રેન શરૂ થઈ છે પણ પ્રવાસીઓની સંખ્યા નહિવત હતી. હજી પણ થોડા દિવસ લોકો ટ્રેનમાં બેસતાં ગભરાશે તેવું લાગી રહ્યું છે.

અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ
અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ
author img

By

Published : Sep 7, 2020, 5:26 PM IST

અમદાવાદ: આજે મેટ્રોમાં પ્રવાસ કરવા આવેલાં બધાં જ પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. પ્રવાસીઓ માટે મેટ્રો સ્ટેશન પર પગથી સંચાલિત સેનેટાઈઝર ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. સાથે જ સેનેટાઈઝ કરેલા ટોકન આપવામાં આવ્યા હતા અને દરેક ટ્રીપ બાદ ટ્રેનને પણ સેનેટાઈઝ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ
અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ
મંગળવારે સવારે 11 થી 12:10 કલાક સુધી અને સાંજે 4:25 થી 5:10 કલાક સુધી ટ્રેન સેવા ચાલશે. તેમાં બધી સિસ્ટમ્સ કોરોનાના સમય માટે યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ, પ્રવાસીઓ કોવિડ નિયમ, માસ્ક અને સામાજિક અંતરના ધોરણોનું પાલન કરે છે કે કેમ તેની તપાસ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ
અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેન શરૂ
9 થી 12 સપ્ટેમ્બરે સવારે 11 થી સાંજે 5 કલાક સુધી ટ્રેન સેવા કાર્યરત રહેશે. નીટ પરીક્ષાના દિવસે ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયને મળેલી ભલામણ અનુસાર 13 સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 7થી સાંજે 7 સુધી કાર્યરત રહેશે. 14 સપ્ટેમ્બર પછી કોરોના સમય પૂર્વ જેમ હતી તે અનુસાર મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 11થી સાંજે 5.10 સુધી કાર્યરત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.