- ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા નહિ લેવાય
- Merit based Progression લાગુ કરાશે
- LLBના વિદ્યાર્થીઓ 19 જુન સુધી ઓનલાઈન વિકલ્પ પસંદ કરી શકશે
- 50 મિનિટમાં 50 MCQ પૂછશે
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને લૉ ફેકલ્ટી સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા નહિ લેવાય જ્યારે વિદ્યાર્થીઓને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન લાગુ થશે એવી જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. જ્યારે પ્રાપ્ત વિગતો પ્રમાણે મેડિકલ અને લૉ ફેકલ્ટી સિવાયની સ્નાતક કક્ષાની BA, B.COM, BSC, BBA, BCA, જેવા કોર્સિસના સેમેસ્ટર-2 તથા 4, ડીગ્રી ડ્રામા જેવા વાર્ષિક પદ્ધતિના અભ્યાસક્રમો માટે દ્વિતિય વર્ષ તેમજ B.ED સેમેસ્ટર-2 તેમજ અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર-2 અને BARCH જેવા ઈન્ટરમીડિયેટ સેમેસ્ટર જેમાં આંતરિક મુલ્યાંકન થયું છે. જ્યારે તેની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, જ્યારે આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ માટે Merit based Progression લાગુ થશે અને પાંચ વર્ષના ઈન્ટીગ્રેટેડ કોર્સિસના કિસ્સામાં ડીગ્રી એવોર્ડીંગ સેમેસ્ટરની પરીક્ષા લેવાની રહેશે. જે કોર્સિસના જે તે સેમેસ્ટર કે વર્ષની પરીક્ષાના આધારે ક્લાસ એવોર્ડ કરવામાં આવતા હોય તેવી તમામ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે.
ગ્રેડમાં સુધારા કરવા ઈચ્છતો હોય તો તેને આગામી લેવાનારી પરીક્ષા દરમિયાન વધુ એક તક અપાશે
Merit based Progression મુજબ ચાલુ સેમેસ્ટરના આંતરિક ગુણ 50 ટકા અને અગાઉના સેમેસ્ટરના જે તે પેપરના કુલ ગુણ 100માંથી પ્રાપ્ત 50 ટકાને ધ્યાનમાં લઈને માર્ક્સની ગણતરી કરવામાં આવશે. જેનું ઉદાહરણ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પરિપત્રમાં દર્શાવેલું છે. જો કોઈ વિદ્યાર્થી Merit based Progression મુજબના પરિણામના ગ્રેડમાં સુધારા કરવા ઈચ્છતો હોય તો તે સરકારની સુચના મુજબ આગામી લેવાનારી પરીક્ષા દરમિયાન વધુ એક તક આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓના પરિણામ MBPથી જાહેર કરવામાં આવશે તેઓની પરીક્ષા ફી આગામી સત્રની પરીક્ષા ફીમાં મજરે અપાશે.
આ પણ વાંચો : VNSGUના સેનેટ સભ્ય મનિષ કાપડિયાએ ભારતના વડાપ્રધાનને પત્ર લખ્યો
19 જૂન સુધી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે
આ મામલે અગાઉ 10 જૂનથી ગુજરાત યુનિવર્સિટીની LLBની પરીક્ષા શરૂ થવાની હતી. જે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઓનલાઇનનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. 19 જૂન સુધી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે. 19 જૂન સુધી વિકલ્પ ન પસંદ કરનારની ઓફલાઈન પરીક્ષા યોજાશે.
આ પણ વાંચો : ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બાળક બુદ્ધિથી નિર્ણયો કરતા હોવાનો આક્ષેપ
પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાશે
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને ઓનલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરશે તેમને યુનિવર્સિટીના તમામ નિયમોનું પાલન કરવું પડશે અને પરીક્ષા આપવી પડશે. આ માટે 50 માર્કસની MCQ આધારિત ઓનલાઇન પરીક્ષા યોજાશે. જેમાં 50 મિનિટ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા ટ્રાયલ ટેસ્ટ અને મોકટેસ્ટ આપી શકશે. જેથી ફાઈનલ પરીક્ષા દરમિયાન મુશ્કેલી ન સર્જાય. પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે.