ETV Bharat / city

મેડિકલ વિદ્યાર્થીઓને કોરોના ડ્યુટીમાં જોડાવાનો આદેશ, પ્રેક્ટિકલ પરીક્ષાઓ મોકૂફ

author img

By

Published : Mar 19, 2021, 12:16 PM IST

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. જેના માટે રાજ્યની વિવિધ મેડિકલ કોલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ તેમજ ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને આ કામગીરીમાં જોડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

મેડિકલ વિદ્યાર્થીઓને કોરોના ડ્યુટીમાં જોડાવાનો આદેશ, પ્રેક્ટિકલ પરીક્ષાઓ મોકૂફ
મેડિકલ વિદ્યાર્થીઓને કોરોના ડ્યુટીમાં જોડાવાનો આદેશ, પ્રેક્ટિકલ પરીક્ષાઓ મોકૂફ
  • મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં જોડાશે
  • મ્યુનિસિપલ કમિશનર-જિલ્લા કલેક્ટર સમક્ષ તાત્કાલિક હાજર થવા આદેશ
  • હાલ ચાલી રહેલી થિયરીની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે

અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાને પહોંચી વળવા માટે વિવિધ મેડિકલ કોલેજોના વિધ્યાર્થીઓને જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં કોલેજોમાં ચાલી રહેલી થિયરીની પરીક્ષાઓને રાબેતા મુજબ યથાવત રાખીને પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય પણ લેવાયો છે.

થિયરીની પરીક્ષાઓ રાબેતા મુજબ યથાવત રહેશે

આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, આ કામગીરી માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના ડીન સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યની જુદી-જુદી મેડિકલ કોલેજોમાં પ્રથમ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ અને થિયરીની પરીક્ષાઓ આપ્યા બાદ પ્રેક્ટિકલ પરીક્ષા બાકી હોય તેવા વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓએ કોવિડ ડ્યૂટી માટે ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓની થિયરીની પરીક્ષાઓ હાલમાં ચાલી રહી છે, તે પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી અને આયુષના સિનિયર સ્ટુડન્ટ્સને પણ જોડવામાં આવશે

ડૉ. જયંતી રવિએ વધુમાં જણાવ્યું હતું કે, થર્ડ યર-ફાઇનલ યરમાં અભ્યાસ કરતાં અને હાલ જેમની પ્રેક્ટિકલ પરીક્ષા ચાલી રહી છે, તેવા તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી કોવિડ ડ્યૂટીમાં જોડાવાનું રહેશે. શહેરી વિસ્તારની કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાની કોલેજના પ્રિન્સિપાલના સંકલનમાં રહીને મ્યુનિસિપલ કમિશનરનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે અને શહેરી વિસ્તાર સિવાયના જિલ્લાઓમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાની કોલેજના પ્રિન્સિપાલના સંકલનમાં રહીને તાત્કાલિક જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. MBBS ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી અને આયુષ સહિતના તમામ થર્ડ યરના સિનિયર સ્ટુડન્ટ્સે આ કામગીરીમાં જોડાવાનું રહેશે. તદુપરાંત, જરૂરિયાત પડશે તો જુનિયર સ્ટુડન્ટ્સને પણ આ કામગીરીમાં જોડવામાં આવશે તેમ આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ ઉમેર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.