ETV Bharat / city

માંડલ પોલીસે 33 લાખ રૂપિયાના ગેરકાયદેસર દારૂના જથ્થા (The amount of illegal alcohol) પર ફેરવ્યું રોડ રોલર

આમ તો ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે એટલે કે અહીં દારૂબંધી છે. તેમ છતાં રાજ્યમાં દરરોજ કોઈકને કોઈક જગ્યાએથી દારૂનો જથ્થો પકડાય જ છે. રાજ્યમાં દરરોજ હજારો લીટરનો ગેરકાયદેસર દારૂ (The amount of illegal alcohol) પકડાય છે. ત્યારે અમદાવાદ જિલ્લાની માંડલ પોલીસે આ કુલ 33,40,185 રૂપિયાના દારૂના મુદ્દામાલનો નાશ કર્યો હતો.

માંડલ પોલીસે 33 લાખ રૂપિયાના ગેરકાયદેસર દારૂના જથ્થા (The amount of illegal alcohol) પર ફેરવ્યું રોડ રોલર
માંડલ પોલીસે 33 લાખ રૂપિયાના ગેરકાયદેસર દારૂના જથ્થા (The amount of illegal alcohol) પર ફેરવ્યું રોડ રોલર
author img

By

Published : Jun 19, 2021, 3:56 PM IST

  • માંડલ પોલીસે 33 લાખના દારૂના જથ્થાનો નાશ કર્યો
  • માંડલ પોલીસે 5 વર્ષના જપ્ત કરેલા દારૂના જથ્થા પર ફેરવ્યું રોડ રોલર
  • રાજ્યમાં દરરોજ હજારો લીટરનો ગેરકાયદેસર દારૂ ઝડપાય છે

માંડલઃ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા પોલીસે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દારૂ પકડ્યો હતો. ત્યારે પોલીસે 5 વર્ષનો કબજે કરેલો દારૂના જથ્થા પર રોલર ફેરવી દારૂની બોટલોનો નાશ કર્યો હતો. રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતા દરરોજ હજારો લીટર દારૂ પકડાય છે. ત્યારે પોલીસે 33,40,185 રૂપિયાનો દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.

માંડલ પોલીસે 33 લાખના દારૂના જથ્થાનો નાશ કર્યો

આ પણ વાંચોઃ આગથળા પોલીસે રાજસ્થાનના બે શખ્સ સહિત દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું

ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વાર દારૂનો નાશ કરાય છે

આ દારૂના મુદ્દામાલને કબજે કરી પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ સંગ્રહ કરવો પડતો હોય છે અને વડી કચેરીની સૂચના મુજબ, અમુક વર્ષો પછી આવા દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવતો હોય છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પકડાતો દારૂના જથ્થાનો અનેક વાર નાશ કરવામાં આવતો હોય છે.

આ પણ વાંચોઃ વાપી GIDC પોલીસે 11.23 લાખના દારૂ સાથે 2 MPના ડ્રાઈવર- ક્લીનરની કરી ધરપકડ

વિરમગામના અન્ય પોલીસ સ્ટેશનની સાથે માંડલ પોલીસે પણ દારૂનો નાશ કર્યો

માંડલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016થી વર્ષ 2020 સુધીના વર્ષના રેકોર્ડ પર નોંધાયેલા દારૂનો મુદ્દામાલનો નષ્ટ કરવામાં આવ્યો હતો, જે વિરમગામના ગ્રામ્ય વિસ્તારમાં બીજા પોલીસ સ્ટેશનોની સાથે સાથે માંડલ પોલીસ સ્ટેશનનો રૂપિયા 33,40,185 રૂપિયાના મુદ્દામાલનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં માંડલ PSI સહિતના પોલીસ સ્ટાફના લોકો જાેડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.