- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કારે સર્જ્યો અકસ્માત
- અકસ્માતમાં આધેડ ઉંમરના સાયકલ ચાલકનું મોત
- અકસ્માત બાદ કોર્પોરેશનની કાર ચલાવનારો વ્યક્તિ ફરાર
અમદાવાદ: શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અનેક ગાડીઓ વિવિધ કામોથી ભાડા પેટે ફરી રહી છે, ત્યારે તે પૈકીની જ એક કારે આજે (ગુરૂવાર) નેહરુ બ્રીજ પર એક આધેડ વ્યક્તિનો અકસ્માતમાં જીવ લીધો છે.
લાભપાંચમની સવારનો બનાવ
લાભપાંચમની સવારે નહેરુબ્રિજ પર લાલ દરવાજા- સરદારબાગ તરફથી સાયકલ પર જઈ રહેલા આધેડ અને કોર્પોરેશનની વડીલ સુખાકારી સેવાની ગાડી જેના પર AMC ઓનડ્યુટી લખ્યું હતું, તે બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સાયકલ ચાલકનું મોત નીપજ્યું છે.
અકસ્માત બાદ કારચાલક ફરાર
અકસ્માત થતાં જ કાર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી. હજુ સુધી અકસ્માતમાં મૃત્યુ પામનારની ઓળખ થઇ નથી અને કાર ચાલક પણ ફરાર છે. જેથી B ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.