અમદાવાદ : અમદાવાદ ખાતે રેશનિંગની દુકાનોના એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી અને પુરવઠા વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. પરંતુ તેમાં કોઈ નિવેડો આવી શક્યો ન હતો. રાજ્યમાં કુલ 17 હજાર જેટલી રેશનિંગની દુકાનો આવેલી છે.
એસોસિએશન દ્વારા આ પુરવઠા વિતરણ ન કરવાની સૂચના અપાઇ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અનાજના વિતરણ દરમિયાન એક દુકાનદારનું મોત થયું હતું. જ્યારે અમરાઈવાડી અને મણિનગરમાં કુલ 3 દુકાનદારોને કવોરેન્ટાઇન કરવા પડ્યા હતા.
દુકાનદારોએ માંગણી કરી હતી કે, તેમની દુકાનોને સેનિટાઈઝ કરવામાં આવે, માસ્ક અને સેનિટાઈઝર જેવી સેફ્ટીની સુવિધા પૂરી પાડવામાં આવે.
અધિકારીઓ દ્વારા તેમની રજૂઆત ગાંધીનગર સુધી પહોંચાડી અપાઇ હતી. જો કે, રેશનિંગની દુકાનો ન ખુલવાથી સંકટના આ સમયમાં ગરીબ નાગરિકોએ આ દુકાનોએ ધક્કો ખાઈ અનાજ વગર પરત ફરવું પડ્યું હતું.